ઇરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધનો આજે સાતમો દિવસ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્કર ટ્રાફિકમાં 92 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે. ત્યારે આ તમામની પેટ્રોલ ડીઝલ પર અસર વર્તાય છે. ત્યારે દેશના મોટા શહેરોમાં 6 માર્ચના રોજ શું ફેરફાર આવ્યો છે તે વિશે જાણીએ.
તેલના ભાવમાં ઉછાળો
ઈરાન તરફથી તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લગભગ 5 ટકા વધીને $85.41 પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. એશિયન વેપારમાં પણ, બ્રેન્ટ ઓઇલ લગભગ 0.15 ટકાના વધારા સાથે $84.16 પ્રતિ બેરલ પર ટ્રેડિંગ કરતું જોવા મળ્યું. વધતા ભૂ-રાજકીય તણાવને કારણે, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે સોનાના ભાવમાં પણ વધારો થયો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.47 | 90.14 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.95 | 90.63 |
| રાજકોટ | 94.46 | 90.16 |
| વડોદરા | 94.15 | 89.82 |
| સુરત | 94.32 | 90.01 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
- ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
- ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
વધુ વાંચો: Shani Ast 2026: 13 માર્ચથી શનિની સાડાસાતીમાં મળશે રાહત, 3 રાશિને થશે ફાયદો