ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર વધ્યા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $5.51નો ઉછાળો નોંધાયો છે, જે પ્રતિ બેરલ $95.89 પર પહોંચી ગયો છે. આ વધારો ઇરાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બીજા રાઉન્ડની વાટાઘાટોમાં ભાગ લેવાનો ઇનકાર કરવાને કારણે છે. દરમિયાન, ભારતની સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
ભારતના પડોશી દેશોમાં પેટ્રોલના ભાવ
ભારતના પડોશી દેશો તરફ નજર કરીએ તો, બાંગ્લાદેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹90.95 છે, જ્યારે મ્યાનમારમાં તે ₹146.82 છે. ભૂટાનમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹97.88 પર પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં તેની કિંમત પ્રતિ લિટર ₹122.42 અને ચીનમાં પ્રતિ લિટર ₹130.11 છે. શ્રીલંકામાં, એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ₹134.38 પર પહોંચી ગયો છે. નેપાળમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જ્યાં એક લિટરની કિંમત ₹136.86 પર પહોંચી ગઈ છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- નોઈડામાં, પેટ્રોલનો ભાવ ₹94.85 અને ડીઝલનો ભાવ ₹87.98 છે.
- મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.54 અને ડીઝલનો ભાવ ₹90.03 છે.
- ચેન્નાઈમાં, પેટ્રોલ ₹100.80 થી ₹101.06 પ્રતિ લિટરની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹92.38 થી ₹92.61 પ્રતિ લિટરની રેન્જમાં છે.
- લખનૌમાં, પેટ્રોલનો ભાવ ₹94.69 થી ₹94.84 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.81 થી ₹88.05 પ્રતિ લિટરની રેન્જમાં છે.
- દિલ્હીમાં, આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹87.67 છે.
- કોલકાતામાં પેટ્રોલ ₹104.99 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ ₹91.81 પ્રતિ લિટર છે.
- ભારતમાં સૌથી સસ્તું ઇંધણ પોર્ટ બ્લેરમાં જોવા મળે છે, જ્યાં પેટ્રોલની કિંમત ₹82.46 પ્રતિ લિટર અને ડીઝલ ₹78.05 પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ (હેડર)
| શહેર | પેટ્રોલ (પ્રતિ લિટર) | ડીઝલ (પ્રતિ લિટર) |
| અમદાવાદ | 94.68 | 90.35 |
| ભાવનગર | 95.75 | 91.42 |
| ગાંધીનગર | 94.80 | 90.47 |
| રાજકોટ | 94.27 | 89.96 |
| વડોદરા | 94.15 | 89.82 |
| સુરત | 94.53 | 90.23 |
આ પણ વાંચો- દુનિયાનું સૌથી સ્ટ્રોંગ શેરબજાર કયા દેશનું ?