અમેરિકા-ઈરાન તણાવને કારણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો, પરંતુ બંને દેશો વચ્ચે વાતચીતમાં પ્રગતિના અહેવાલો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.


23 જૂને શું છે પેટ્રોલ ડીઝલના ભાવ ? 

23 જૂન,2026 માટે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, તેથી સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.આમ છતાં, તેલ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જો કે કેટલાક શહેરોમાં નજીવો વધારો નોંધાયો છે. 

આજે ભાવ કેમ બદલાયા નથી?

યુએસએ ઈરાની તેલ નિકાસ પર 60 દિવસની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલી વાટાઘાટોને સકારાત્મક ગણાવવામાં આવી છે. આનાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો વધવાની આશા જાગી છે, બ્રેન્ટ ક્રૂડ $78 પ્રતિ બેરલની આસપાસ છે. જોકે, તેલ કંપનીઓ હાલમાં સ્થાનિક ભાવમાં ફેરફાર કરવા માટે તૈયાર દેખાતી નથી.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? 


શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
દિલ્હી 102.12 95.20
મુંબઇ 111.21 97.83 
કોલકાતા 113.47 99.82 
ચેન્નાઇ 107.76 99.55 
લખનૌ 101.92 95.41

ગુજરાતના મુખ્ય શહેરોમાં 23 જૂન, 2026ના ભાવ


શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 ₹98.39
રાજકોટ ₹102.03 ₹98.16  
સુરત ₹102.63 ₹97.77
વડોદરા ₹101.46 ₹97.57

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

પેટ્રોલ અને ડીઝલના ભાવ મુખ્યત્વે નીચેના પરિબળો પર આધાર રાખે છે:

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ
  • રૂપિયો-ડોલર વિનિમય દર
  • કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી
  • રાજ્ય સરકારનો વેટ
  • આ પરિબળોને કારણે, વિવિધ રાજ્યો અને શહેરોમાં ઇંધણના ભાવ બદલાય છે.


આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

  • Follow us on: