ખાનગી ક્ષેત્રની અગ્રણી ઓઈલ કંપની 'નાયારા એનર્જી' (Nayara Energy) દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. નાયારાએ તેના 7000થી વધુ પેટ્રોલ પંપના નેટવર્ક પર ઈંધણના ભાવમાં વધારો કર્યો છે. આ પગલા બાદ સૌની નજર ભારતની સરકારી ઓઈલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) પર મંડાયેલી છે કે શું તેઓ પણ સામાન્ય માણસ પર આર્થિક બોજ વધારશે કે કેમ. ? 

આજે પેટ્રોલ ડીઝલનો શું છે ભાવ ? 

જો કે રાહતની વાત એ છે કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $90ની આસપાસ હોવા છતાં, આ સરકારી કંપનીઓએ દરો યથાવત રાખ્યા છે, જેનાથી જનતાને મોટી રાહત મળી છે.

આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ 

  • દિલ્હી: ₹102.12  પ્રતિ લિટર
  • મુંબઈ: ₹111.21  પ્રતિ લિટર
  • કોલકાતા: ₹113.51  પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹107.76  પ્રતિ લિટર
  • ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
  • લખનૌ: ₹113.81  પ્રતિ લિટર
  • હૈદરાબાદ: ₹115.73  પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

  • દિલ્હી: ₹95.20  પ્રતિ લિટર
  • મુંબઈ: ₹97.83  પ્રતિ લિટર
  • કોલકાતા: ₹99.82  પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
  • નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
  • જયપુર: ₹98.55 પ્રતિ લિટર

નાયારા એનર્જીએ ભાવમાં કેટલો વધારો કર્યો?

નોંધનીય છે કે નાયારાએ પેટ્રોલના ભાવમાં ₹૫ પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. પરિણામે, નાયારાના પંપ પર પેટ્રોલનો ભાવ વધીને ₹119.54  પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹102.64 પ્રતિ લિટર થયો છે. બીજી તરફ, ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલનો ભાવ અંદાજે ₹૧૧૪.૬૫ પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.


ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 
₹98.39 
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 ₹97.77 
વડોદરા ₹101.46 ₹97.57
ભાવનગર ₹103.41 ₹99.52