ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની અફવાઓ વચ્ચે, દેશભરના ગ્રાહકોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યુ હતું. જેના પરિણામે એપ્રિલ 2026 દરમિયાન છૂટક ઇંધણ વેચાણમાં વાર્ષિક ધોરણે 13% થી વધુનો રેકોર્ડ વધારો થયો હતો. 1 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) પંપો પર પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 13% નો વધારો થયો હતો. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં.
ભારત સિવાય અન્ય દેશોમાં પેટ્રોલની શું છે સ્થિતિ ?
નોંધનીય છે કે, ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં 101%નો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 161%નો વધારો થયો છે. લાઓસમાં, પેટ્રોલના ભાવમાં 35.8%નો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 150%નો વધારો થયો છે. ફિલિપાઇન્સમાં, ડીઝલ 118.4% મોંઘુ થયું છે, અને પેટ્રોલ 57.6% મોંઘુ થયું છે. ન્યુઝીલેન્ડમાં, ડીઝલના ભાવમાં ૧૦૫% અને પેટ્રોલમાં ૩૬.૫%નો વધારો થયો છે.
નેપાળમાં, પેટ્રોલના ભાવમાં આશરે 40% અને ડીઝલમાં આશરે 67%નો વધારો થયો છે. યુનાઇટેડ સ્ટેટ્સ પણ ફુગાવાના પ્રકોપનો સામનો કરી રહ્યું છે; અહીં, પેટ્રોલના ભાવમાં 33.2 % અને ડીઝલમાં 41.8 %નો વધારો થયો છે. ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાન જેવા દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
ચૂંટણી પછી પેટ્રોલના ભાવમાં વધારો માત્ર અફવા
જનતામાં એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે કે, ચૂંટણીઓ પછી (29 એપ્રિલે), ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 25-28 સુધીનો વધારો થઈ શકે છે. આના જવાબમાં, પેટ્રોલિયમ મંત્રાલયે એક સ્પષ્ટતા જારી કરીને જણાવ્યું હતું કે, "હાલમાં કિંમતોમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.. X પરની એક પોસ્ટમાં, પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભાવ વધારા અંગેના અહેવાલો "ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ" છે. સરકારે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (23 એપ્રિલ, 2026)
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (24 એપ્રિલ, 2026)
શહેર
| પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹94.47 | ₹90.14 |
| રાજકોટ | ₹94.27 | ₹89.96 |
| સુરત | ₹94.56 | ₹90.25 |
| વડોદરા | ₹94.12 | ₹89.79 |
| ગાંધીનગર | ₹94.62 | ₹90.29 |
| ભાવનગર | ₹96.10 | ₹91.78 |
આ પણ વાંચો- Shani Uday 2026: આગામી એક મહિનો શનિ દેવ આકરાપાણીએ, આ રાશિની લેશે અગ્નિપરીક્ષા