શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ  ₹102.15₹98.27 
ગાંધીનગર   ₹102.01₹98.13  
રાજકોટ   ₹101.72₹97.85
સુરત   ₹101.82₹97.95
વડોદરા   ₹101.46₹97.57
ભાવનગર ₹103.05 ₹99.17 

ઓઇલ કંપનીઓએ 12 ઓક્ટોબર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગેની માહિતી જાહેર કરી છે. દેશભરમાં ઈંધણના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર કરવામાં આવે છે. તેથી, વાહનચાલકો માટે તાજેતરના ભાવ વિશે માહિતગાર રહેવું મહત્વપૂર્ણ છે.

ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ

પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૂ-રાજકીય કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપને કારણે ઇંધણના ભાવમાં વધારો નોંધાયો છે. નાયરા એનર્જી બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત Jio-bp એ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. Jio-bp એ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3 નો વધારો કર્યો છે. આ નવા ભાવ ૧૧ ઓક્ટોબરથી અમલમાં આવી ગયા છે. આ વધારા બાદ હરિયાણામાં Jio-bp આઉટલેટ્સ પર પેટ્રોલ આશરે ₹109.80 અને ડીઝલ ₹97.75 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

સરકારી કંપનીઓના ભાવમાં કોઇ ફેરફાર નહીં

આ પહેલાં, ૩ ઓક્ટોબરના રોજ દેશમાં 7000 થી વધુ પેટ્રોલ પંપ ધરાવતી ખાનગી કંપની નાયરા એનર્જી એ પણ ભાવ વધાર્યા હતા. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં કંપનીઓના માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું હતું, જેથી આ નિર્ણય લેવો પડ્યો છે. બીજી તરફ, સરકારી કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઓઇલ (IOCL), BPCL અને HPCL એ તેમના સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણે હવે સરકારી અને ખાનગી આઉટલેટ્સ વચ્ચેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ 

દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર

મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર

કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર

ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર

લખનૌ: ₹113.81 પ્રતિ લિટર

હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર

મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર

કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર

નોઈડા: ₹95.55 પ્રતિ લિટર

જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 









તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.


આ પણ વાંચોઃ Delhi માં આજે ટ્રાફિક ડાયવર્ઝનથી મુસાફરોની મુશ્કેલી વધશે, જાણી લો કયા કયા રસ્તાઓને થશે અસર