દેશભરમાં આજે એટલે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.










