દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. આજે, 5 જુલાઈ 2026ના રોજ પણ સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અગાઉના જ સ્તરે યથાવત રાખવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ જાહેર કરે છે.

આ મહિનાની શરૂઆતમાંનાયરા એનર્જીએ પોતાના ગ્રાહકોને રાહત આપી હતી

જોકે, આ મહિનાની શરૂઆતમાં ખાનગી ક્ષેત્રની તેલ કંપની નાયરા એનર્જીએ પોતાના ગ્રાહકોને રાહત આપી હતી. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 5 રૂપિયાનો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો. પરંતુ સરકારી કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી નથી.

આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અગાઉ ખરીદાયેલા ક્રૂડ ઓઇલનું રિફાઇનિંગ કરી રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી ઇંધણના ભાવમાં ઘટાડાની અપેક્ષા રાખવી યોગ્ય નહીં ગણાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં સ્થિરતા આવ્યા બાદ જ ગ્રાહકોને તેનો લાભ મળી શકે છે. હાલ કંપનીઓ જૂના દરે ખરીદાયેલા કાચા તેલના સ્ટોકનો ઉપયોગ કરી રહી હોવાથી તરત જ ભાવમાં ઘટાડો શક્ય નથી.

કાચા તેલના ભાવમાં આવ્યો ઘટાડો

તાજેતરમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે વધેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. તે સમયે ક્રૂડ ઓઇલનો ભાવ 110 ડોલર પ્રતિ બેરલને પણ પાર કરી ગયો હતો.

જોકે હવે વૈશ્વિક બજારમાં સ્થિતિ અગાઉ કરતાં સ્થિર બનતાં કાચા તેલના ભાવ ફરી ઘટીને 72થી 73 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા છે. તેમ છતાં, આ ઘટાડાનો સીધો લાભ ગ્રાહકોને ક્યારે મળશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આથી હાલ માટે દેશભરના ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ માટે જૂના જ ભાવ ચૂકવવા પડશે અને આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પર જ ભાવમાં ઘટાડાની શક્યતા નિર્ભર રહેશે.

આજે ભાવ ફરી એકવાર યથાવત



શહેર 
પેટ્રોલ (₹/લિટર)  ડીઝલ (₹/લિટર)
નવી દિલ્હી  102.12  95.20
કોલકાતા  113.51  99.82
મુંબઈ  111.21  97.83
ચેન્નઈ  107.76  99.55 
બેંગલુરુ
110.93

98.80

ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર  પેટ્રોલ (₹/લિટર)  ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹101.83  ₹97.92 
ગાંધીનગર ₹101.83    ₹97.92
રાજકોટ₹102.03  ₹98.35  
સુરત  ₹102.22 ₹98.02
વડોદરા 
₹101.46
  ₹97.57