ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ ડીઝલના નવા રેટ જાહેર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરને વટાવી ગયા હોવા છતાં, સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રાખવામાં આવી છે. જોકે, જુદા-જુદા રાજ્યોમાં લાગુ પડતા અલગ-અલગ કર, વેટ (VAT) અને સેસને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ચંદીગઢમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 101.50 રૂપિયા છે, જ્યારે ભોપાલમાં તે 114 રૂપિયાને પાર કરી ગયો છે.

ક્રૂડ ઓઇલના ભાવથી થતી અસર...

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત બદલાતા રહે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ આશરે $102.25 પ્રતિ બેરલ ની આસપાસ ચાલી રહ્યો છે, જ્યારે ડબ્લ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલનો ભાવ આશરે $91.11 પ્રતિ બેરલ નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ મુખ્યત્વે તેની માંગ, પુરવઠો, ઉત્પાદક દેશોના સંગઠનો (જેવા કે OPEC) ના નિર્ણયો અને ભૌગોલિક-રાજકીય તણાવ પર નિર્ભર રહે છે. ભારત તેની કુલ જરૂરિયાતના મોટાભાગનું તેલ આયાત કરે છે, જેથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવા કે ઘટવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવો પર સીધી અસર પડે છે.

આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ

દિલ્હી: ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે. દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે.

મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર.

જયપુર: પેટ્રોલની કિંમત ₹113.19 અને ડીઝલની કિંમત ₹98.25 પ્રતિ લિટર છે.

પટના: પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.

લખનૌ: પેટ્રોલનો ભાવ ₹101.86 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.

ભોપાલ: પેટ્રોલનો ભાવ ₹114.65 અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો


શહેરપેટ્રોલડીઝલ
અમદાવાદ  ₹101.83₹97.92 
ગાંધીનગર ₹102.04 ₹98.15 
રાજકોટ  ₹101.85₹97.99
સુરત ₹102.82₹98.55 
વડોદરા
₹101.46 ₹97.57 
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ Indonesia: વહેલી સવારે આવ્યો 5.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા