Petrol Diesel Price Today: આજે નવા LPG સિલિન્ડરના ભાવ જાહેર થયા બાદ રાજ્ય માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ  HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે, દિલ્હીથી પટના સુધીના સ્થળોએ 19 કિલોગ્રામના વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવમાં ₹9.50 નો વધારો થયો છે, જ્યારે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર નથી.

CNG-PNGના ભાવ વધ્યા 

1 સપ્ટેમ્બરના રોજ, દેશની આર્થિક રાજધાની મુંબઈના રહેવાસીઓને વધતા ખર્ચના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો. મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં CNG અને PNG ના ભાવમાં વધારો કર્યો છે. ઇનપુટ ખર્ચમાં વધારાને ટાંકીને, કંપનીઓએ CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 અને PNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1 નો વધારો કર્યો. ત્યારે આવો જાણીએ પેટ્રોલ અને ડીઝલના 1 સપ્ટેમ્બરના રોજ શું ભાવ છે. 

આજે ક્રૂડ ઓઇલનો ભાવ 

પેટ્રોલ ડીઝલની કિંમત ક્રૂડ ઓઇલના કિંમતના આધારે નક્કી થાય છે. ત્યારે 1 સપ્ટેમ્બરે નવા પેટ્રોલ અને ડીઝલના ભાવની જાહેરાત સાથે, ક્રૂડ ઓઇલનો ભાવ ફરી એકવાર $91 પ્રતિ બેરલના આંકને પાર કરી ગયો છે. બ્લૂમબર્ગ અનુસાર, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ સવારે 6:00 વાગ્યે $0.91 ડોલર પ્રતિ બેરલ વધીને $86.67 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને આંતરરાષ્ટ્રીય બેંચ માર્ક બ્રેન્ટ $0.62 વધીને $91.11 પ્રતિ બેરલ પર પહોંચી ગયું. ત્યારે આવો જાણીએ ગુડ રિટર્ન્સ અનુસાર દેશના વિવિધ શહેરોમાં શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ 

આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે?

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ (1 સપ્ટેમ્બર ઓગષ્ટ ગુડ રિટર્ન્સ અનુસાર) 

  • દિલ્હી – પેટ્રોલ: 102.12 રૂપિયા | ડીઝલ: 95.20 રૂપિયા
  • કોલકાતા – પેટ્રોલ: 113.51 રૂપિયા | ડીઝલ: 99.82 રૂપિયા
  • મુંબઈ – પેટ્રોલ: 111.21 રૂપિયા | ડીઝલ: 97.83 રૂપિયા
  • ચેન્નઈ – પેટ્રોલ: 107.78 રૂપિયા | ડીઝલ: 99.56 રૂપિયા
  • બેંગલુરુ – પેટ્રોલ: 110.93 રૂપિયા | ડીઝલ: 98.80 રૂપિયા
  • જયપુર – પેટ્રોલ: 113.97 રૂપિયા | ડીઝલ: 98.96 રૂપિયા
  • લખનૌ – પેટ્રોલ: 102.68 રૂપિયા | ડીઝલ: 96.10 રૂપિયા
  • ચંડીગઝ- પેટ્રોલ: 98.10 રૂપિયા | ડીઝલ: 86.10 રૂપિયા

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 

ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 1 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:


શહેર પેટ્રોલ /લિટર ડીઝલ/લિટર  
અમદાવાદ ₹102.15 ₹98.27
ગાંધીનગર ₹102.04 ₹98.15
રાજકોટ ₹101.85 ₹97.99
સુરત ₹101.44 ₹97.95
વડોદરા ₹101.82 ₹97.57
ભાવનગર
 ₹103.41 ₹99.53 
જામનગર 
₹102.31 ₹97.55
જૂનાગઢ ₹102.05 ₹98.19 

સૌથી મોંઘુ અને સસ્તુ પેટ્રોલ ડીઝલ ક્યા મળે છે? 

ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં છે. ઓછા કરને કારણે, અહીં પેટ્રોલ ₹૮૮.૬૬ પ્રતિ લિટર અને ડીઝલ લગભગ ₹80 થી ₹85 પ્રતિ લિટરમાં ઉપલબ્ધ છે. સૌથી મોંઘા પેટ્રોલ અને ડીઝલ હૈદરાબાદમાં છે, જ્યાં પેટ્રોલના ભાવ ₹112.81 થી ₹115.73 પ્રતિ લિટર અને ડીઝલના ભાવ ₹103.82 પ્રતિ લિટર સુધી છે.


તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?

તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:

  • IOCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
  • HPCL: 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
  • BPCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.