સામાન્ય જનતા માટે મંગળવારનો દિવસ રાહતભર્યો રહ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતો પર નજર કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઘટીને પ્રતિ બેરલ $94 ની નજીક પહોંચ્યું છે, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) પણ $91 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.


9 જૂને પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા ? 

આ આંતરરાષ્ટ્રીય ફેરફારો વચ્ચે, દેશની અગ્રણી સરકારી ઓઇલ કંપનીઓ (HPCL, BPCL અને IOCL) એ પેટ્રોલ અને ડીઝલના આજના નવા ભાવ જાહેર કરી દીધા છે. રાહતની વાત એ છે કે આજે પણ રાષ્ટ્રીય સ્તરે ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશમાં સૌથી સસ્તું અને મોંઘું ઇંધણ ક્યાં છે?

વિવિધ રાજ્યોમાં લાગતા સ્થાનિક ટેક્સ (VAT) ને કારણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે:

સૌથી સસ્તું ઇંધણ: આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં દેશનું સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે. અહીં પેટ્રોલનો ભાવ ₹88.66 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹84.56 પ્રતિ લિટર છે.

સૌથી મોંઘું ઇંધણ: બીજી તરફ, આંધ્રપ્રદેશનું ચિત્તૂર સૌથી મોંઘું સાબિત થઈ રહ્યું છે. અહીં જનતાએ પેટ્રોલ માટે પ્રતિ લિટર ₹118.34 અને ડીઝલ માટે ₹106.06 ચૂકવવા પડી રહ્યા છે.




શહેર પેટ્રોલ (પ્રતિ લિટર) ડીઝલ (પ્રતિ લિટર)
દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.21 ₹97.83
કોલકાતા ₹113.51 ₹99.82 
ચેન્નાઈ ₹107.77 ₹99.55
અમદાવાદ ₹101.83₹97.92


ઘરે બેઠા ફક્ત એક SMS દ્વારા મેળવો આજના તાજા ભાવ

તમે કોઈ પણ ઝંઝટ વગર તમારા મોબાઈલ પરથી જ તમારા શહેરના ચોક્કસ ભાવો જાણી શકો છો. આ માટે વિવિધ કંપનીઓના ગ્રાહકોએ નીચે આપેલા નંબરો પર મેસેજ કરવાનો રહેશે:

  • ઇન્ડિયન ઓઇલ (IOCL): તમારા મોબાઈલથી RSP <શહેરનો કોડ> ટાઈપ કરી 9224992249 પર મોકલો.
  • ભારત પેટ્રોલિયમ (BPCL): ગ્રાહકોએ 9223112222 નંબર પર મેસેજ કરવાનો રહેશે.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL): તમારા ફોનમાંથી HPPRICE <શહેરનો કોડ> લખી 9222201122 પર એસએમએસ કરો.

નોંધ: SMS મોકલતી વખતે તમારા શહેરનો વિશિષ્ટ કોડ (City Code) જરૂર લખો, જે તમને સંબંધિત ઓઇલ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી જશે.

આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

  • Follow us on: