ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં વધારો થયો છે. મધ્યપૂર્વના વિસ્તારમાં વધી રહેલા તણાવને કારણે ઓપેકએ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો કર્યો છે. બ્રેન્ટ ક્રૂડ 2 દિવસમાં જ લગભગ 10 ડોલર મોંઘુ થઇને 75 ડોલર પહોંચી ગયુ છે. આ વચ્ચે સરકારી તેલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જેમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે જ્યારે કેટલાક શહેરોમાં ભાવ સ્થિર છે.


ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

[[$googlead]]

ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. જેને કારણ તેલના પુરવઠાને લઇને ચિંતા વધી છે. એવામાં WTI Crude Oil એ કિંમત 9.22% વધારીને 74.36 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગયા છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમત 8.84 ટકા વધતા આ 75.49 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. કાચા તેલની કિંમતમાં તેજી થવાથી શેરબજારમાં દબાણ રહેશે અને મોંઘવારી વધી શકે છે.

[[$alsoread]]

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે
  •  મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે
  • ચેન્નાઈમાં પેટ્રોલ 100. 76 રૂપિયા અને ડીઝલ 92.35 રૂપિયા પ્રતિ લિટર છે
  • કોલકાતામાં પેટ્રોલ 104.95 રૂપિયા અને ડીઝલ 91.76 રૂપિયા પ્રતિ લિટર છે

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.10 91.78
જામનગર 94.50 91.78
રાજકોટ 94.24 89.94
સુરત94.72 90.41
વડોદરા94.15 89.82

દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે

ડીઝલના ભાવ અહીં તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.


  • Follow us on: