સોમવારે OPEC+ દ્વારા અપેક્ષા કરતાં ઓછા ઉત્પાદન વધારાની જાહેરાત કર્યા પછી ક્રૂ઼ડ ઓઇલના ભાવમાં લગભગ 1 ટકાનો વધારો થયો હતો. આ નિર્ણયને બજારમાં ચાલી રહેલા ઘટાડા અને સંભવિત પુરવઠા વધારાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 63 સેન્ટ વધીને $65.16 પ્રતિ બેરલ થયા, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) 58 સેન્ટ વધીને $61.46 પ્રતિ બેરલ થયા.આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા ઘટાડાની અસર પેટ્રોલ ડીઝલની આયાત કરનારા દેશો પર પડે છે. ત્યારે આવો જાણીએ 6 ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.










