પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજે બદલાવ આવે છે.દરેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ એક સરખો હોતો નથી. કારણ કે રાજ્ય પોતાની રીતે ટેક્સ લગાવે છે. આજે ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં મામૂલી ઉતાર ચઢાવ જોવા મળ્યો છે.


આજે ક્રૂડ ઓઇલનો ભાવ

આજે (24 ડિસેમ્બર, 2025) ક્રૂડ ઓઇલના ભાવ અસ્થિર છે, WTI ક્રૂડ $58.48 ની આસપાસ અને બ્રેન્ટ ક્રૂડ $62.49 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, યુએસ-વેનેઝુએલા તણાવ અને OPEC+ ઉત્પાદન નીતિઓની અસર કિંમતોને ટેકો આપી રહી છે પરંતુ પુરવઠામાં વધારો દબાણ બનાવી રહ્યો છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.54 90.21
ભાવનગર 96.10 91.77
ગાંધીનગર 94.95 90.63
રાજકોટ 94.78 90.16
વડોદરા 94.61 90.28
સુરત 94.57 90.26

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.


આ પણ વાંચો- Shani Dev 2026: શનિની ચાલથી આ રાશિ સાવધાન! શરૂ થશે સાડે સાતી અને ઢૈયા



  • Follow us on: