તેલની માગ વધવાથી તેની કિંમતમાં પણ વધારો થયા છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ રોજે બદલાવ જોવા મળે છે. કારણે કે તેનો સીધો સંબંધ કાચા તેલના વૈશ્વિક માર્કેટ અને રૂપિયાની ડોલરના મુકાબલે સ્થિતિ સાથે હોય છે. આ ઉપરાંત સરકાર તરફથી લગાવવામાં આવતા ટેક્સ અને રાજ્ય દ્વારા લગાવાતા વેટની કિંમતોને પણ પ્રભાવિત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ રહે છે.

ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર 

વૈશ્વિક બજારની વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $70.00 પર સ્થિર રહ્યા છે. જ્યારે WTI ક્રૂડમાં થોડો વધારો થયો હતો અને તે પ્રતિ બેરલ $68.13 પર રહ્યો હતો. આમ છતાં, ભારતના ઘણા શહેરોમાં ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે, જે ગ્રાહકો માટે રાહતની વાત છે.

આજે વધ્યા પેટ્રોલના ભાવ ?

10 જુલાઇએ ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ આધાર પર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થાય છે. જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભવિષ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.

દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ94.49 
90.17
ભાવનગર 96.10 91.77
જામનગર 
94.39 
90.06
રાજકોટ94.27 89.96
સુરત 94.72 90.41
વડોદરા 94.15 89.82

દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે

ડીઝલના ભાવ અહીં તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.