ભારતના પેટ્રોલ અને ડીઝલના ભાવ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે, જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર પર આધારિત હોય છે. દેશની મોટી તેલ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજની કિંમત નક્કી કરે છે અને તેને જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થતી ઊથલપાથલ ભારતીય બજારમાં ઇંધણના દરને અસર પહોંચાડે છે. તેથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કે ઘટાડો જોવા મળે છે.
આજે બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ ?
આજે 5 ફેબ્રુઆરી 2026 ના રોજ દેશના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજી સુધી તો પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર ખાસ આવ્યો નથી. પરંતુ વિવિધ શહેરોમાં તેના ભાવમાં વધ ઘટ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના વિવિધ શહેરોમાં શું છે આજનો લેટેસ્ટ ભાવ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ | ડીઝલ |
અમદાવાદ
| 94.90 રૂપિયા | 90.57 રૂપિયા |
| ભાવનગર | 95.93 રૂપિયા | 91.60 રૂપિયા |
| ગાંધીનગર | 94.97 રૂપિયા | 90.65 રૂપિયા |
| સુરત | 94.34 રૂપિયા | 90.03 રૂપિયા |
જામનગર
| 94.22 રૂપિયા | 90.17 રૂપિયા |
| રાજકોટ | 94.71 રૂપિયા | 89.89 રૂપિયા |
| વડોદરા | 94.52 રૂપિયા | 90.20 રૂપિયા |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.
Gold Silver Price Today: ચાંદી ફરી સસ્તી થઇ, સોનામાં પણ ભાવ ઘટ્યા, જાણી લો લેટેસ્ટ રેટ