મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 29 માર્ચ, 20026ના નવા દર જાહેર કર્યા છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા આગામી દિવસોમાં મોંઘવારીનો માર વધવાની આશંકા સેવાઈ રહી છે.
ભારતના મહાનગરોમાં આજના ભાવ (પ્રતિ લિટર)
નવી દિલ્હી ₹94.72 ₹87.62
મુંબઈ ₹103.44 ₹89.97
કોલકાતા ₹105.35 ₹91.95
ચેન્નાઈ ₹100.75 ₹92.34
ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજના ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | ₹95.15 | ₹90.82 |
| રાજકોટ | ₹94.95 | ₹90.65 |
| સુરત | ₹95.35 | ₹91.02 |
| વડોદરા | ₹94.82 | ₹90.49 |
| ગાંધીનગર | ₹95.32 | ₹90.99 |
| ભાવનગર | ₹96.82 | ₹92.49 |
ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો ભાવ?
જો તમે મુસાફરી પર નીકળવાના હોવ, તો માત્ર એક SMS દ્વારા તમારા વિસ્તારના લેટેસ્ટ રેટ જાણી શકો છો:
Indian Oil (IOCL): RSP <ડીલર કોડ> લખીને 9224992249 પર મોકલો.
Bharat Petroleum (BPCL): RSP <ડીલર કોડ> લખીને 9223112222 પર મોકલો.
HPCL: HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 પર મોકલો.










