મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી કટોકટી અને સપ્લાય ચેઈનમાં અવરોધ આવવાના કારણે ઈંધણના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. આજે 12 એપ્રિલ, 2026 ના રોજ ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દેશના વિવિધ શહેરો માટે નવા દર જાહેર કર્યા છે.
ભારતના મહાનગરોમાં આજના ભાવ (પ્રતિ લિટર)
શહેર પેટ્રોલ (₹) ડીઝલ (₹)
નવી દિલ્હી ₹94.72 ₹87.62
મુંબઈ ₹103.44 ₹89.97
કોલકાતા ₹104.95 ₹91.76
ચેન્નાઈ ₹100.75 ₹92.34
ગુજરાતના મુખ્ય શહેરોમાં લેટેસ્ટ રેટ (12 એપ્રિલ, 2026)
ગુજરાતમાં ઈંધણના ભાવમાં જિલ્લાવાર વેટ (VAT) ને કારણે નજીવો તફાવત જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના મુખ્ય શહેરોમાં ભાવ નીચે મુજબ છે.
| શહેર | પેટ્રોલ (₹ ) | ડીઝલ (₹) |
| અમદાવાદ | ₹95.11 | ₹90.78 |
| રાજકોટ | ₹94.89 | ₹90.58 |
| સુરત | ₹95.31 | ₹90.98 |
| વડોદરા | ₹94.78 | ₹90.45 |
| ગાંધીનગર | ₹95.28 | ₹90.95 |
| ભાવનગર | ₹96.78 | ₹92.45 |
તમારા શહેરના ભાવ જાણવા માટેની સરળ રીત
તમે ઘરે બેઠા પણ માત્ર એક SMS મોકલીને તમારા નજીકના પેટ્રોલ પંપ પર ચાલી રહેલા લેટેસ્ટ રેટ જાણી શકો છો:
Indian Oil (IOCL): RSP <ડીલર કોડ> લખીને 9224992249 પર મોકલો.
Bharat Petroleum (BPCL): RSP <ડીલર કોડ> લખીને 9223112222 પર મોકલો.
HPCL: HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 પર મોકલો.