આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય પેટ્રોલિયમ બજાર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં થયેલા તોતિંગ ઉછાળાને પગલે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધ્યું છે, જેના કારણે મે મહિનાના અંતથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 7 જૂન, 2026ના રોજ થયેલા તાજેતરના ભાવ વધારાએ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોટો બોજ નાખ્યો છે.
દેશના મુખ્ય મહાનગરોમાં 7 જૂન, 2026ના લેટેસ્ટ ભાવ:
શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
નવી દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.21 ₹97.83
કોલકાતા ₹113.51 ₹99.82
ચેન્નાઈ ₹107.77 ₹99.58
ગુજરાતના મુખ્ય શહેરોમાં 7 જૂન, 2026ના ભાવ
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹101.83 | ₹97.92 |
| ગાંધીનગર | ₹102.01 | ₹98.13 |
| રાજકોટ | ₹101.59 | ₹97.72 |
| સુરત | ₹101.85 | ₹97.98 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
શું આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બનશે?
બજારના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો નહીં થાય, તો જૂન મહિનામાં ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. ઈંધણના ભાવ વધવાને કારણે પરિવહન ખર્ચ મોંઘો થશે, જેની સીધી અસર શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારા તરીકે જોવા મળી શકે છે. સરકારે જોકે ખાતરી આપી છે કે રિફાઈનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કાર્યરત છે અને ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
તમારા શહેરના ભાવ આ રીતે જાણો:
તમે નીચે મુજબની રીત અપનાવીને તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:
IOCL: RSP <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર SMS કરો.
HPCL: HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર SMS કરો.
BPCL: RSP <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચોઃ Gautam Adani ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, આ બે દિગ્ગજોને છોડ્યા પાછળ