મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી જંગ હવે ઓઇલ યુદ્ધનું રૂપ લઇ રહી છે. કારણ કે ખાડી દેશોમાં હાલ તેલ ગેસ ફિલ્ડ પર દે ધનાધન મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂ઼ડ ઓઇલના ભાવમાં આગ લાગી છે. વળી ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને કારણે પણ ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે.
ગુજરાતમાં પેટ્રોલ પંપ બહાર કલાકોનું વેઇટિંગ
દેશના મોટા શહેરોમાં તો પેટ્રોલ ડીઝલ હવે નહી મળે તેવી ગેરસમજને કારણે લોકો પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 23 માર્ચથી જ પેટ્રોલ પંપ પર 2-3 કલાકનુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાત સરકારનું કહેવુ છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે. કોઇએ સંગ્રહ કરવાના ઇરાદે કે ખોટી અફવાઓને ધ્યાને રાખીને દોડવાની જરૂર નથી. લાઇનમાં લાગવાની જરૂર નથી. ગુજરાતમાં પેટ્રોલ પંપની કોઇ અછત નથી. ત્યારે આવો જાણીએ 24 માર્ચે શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ.
https://www.youtube.com/watch?v=0YWHGEO7gDY
આજે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા
ક્રૂડ મોરચે, બજારે રાહતનો શ્વાસ લીધો. શાંતિ કરાર અંગે ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. બ્રેન્ટ લગભગ 11 ટકા ગગડીને $103 ની નીચે આવી ગયો. જૂનમાં સમાપ્ત થતા કરારો માટે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ, $90-પ્રતિ-બેરલના સ્તરની નજીક રહે છે, જે 3% ના વધારા સાથે ટ્રેડિંગ કરે છે, જ્યારે બ્રેન્ટ સોમવારના સત્ર દરમિયાન $100-પ્રતિ-બેરલના સ્તરથી થોડો નીચે બંધ રહ્યો હતો. મંગળવારે સવારે બ્રેન્ટ પણ લગભગ 2.5% ના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.63 | 90.30 |
| ભાવનગર | 96.10 | 91.78 |
ગાંધીનગર
| 94.97 | 90.65 |
| રાજકોટ | 94.78 | 90.47 |
| વડોદરા | 94.11 | 89.78 |
| સુરત | 94.82 | 90.51 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
- ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
- ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચોઃ Crude Oil Price: ટ્રંપનો યુ ટર્ન! અમેરિકાનો એક નિર્ણય અને સસ્તુ થઇ શકે છે કાચુ તેલ