ક્રૂડ ઓઈલના ભાવ સતત $100ની આસપાસ જળવાઈ રહ્યા છે. મંગળવારે સવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો અને તે $100.44 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે WTI ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $89.36 હતો. દરમિયાન, સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ - IOCL, HPCL અને ભારત પેટ્રોલિયમ - દ્વારા 6 ઓક્ટોબર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ 

આજે બંને ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લે મે 2022માં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ચાર તબક્કામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7.50નો વધારો કરાયો હતો. 

આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ 

  • દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
  • ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
  • લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
  • હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

  • દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
  • નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
  • જયપુર: ₹98.55 પ્રતિ લિટર

નાયારા એનર્જીએ ભાવમાં કેટલો વધારો કર્યો?

નોંધનીય છે કે નાયારાએ પેટ્રોલના ભાવમાં ₹૫ પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. પરિણામે, નાયારાના પંપ પર પેટ્રોલનો ભાવ વધીને ₹119.54 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹102.64 પ્રતિ લિટર થયો છે. બીજી તરફ, ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલનો ભાવ અંદાજે ₹૧૧૪.૬૫ પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી.


ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 ₹98.39  
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 
₹97.77  
વડોદરા ₹101.46 ₹97.57
ભાવનગર ₹103.41 ₹99.52

આ પણ વાંચો: Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી