2025 પૂર્ણ થવા આવ્યું પરંતુ પેટ્રોલના ભાવમાં કોઇ મોટો ફેરફાર જોવા મળી રહ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ દૈનિક જરૂરિયાત છે. તેની કિંમતોને આધારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે ઘટે છે. જો કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કંઇ ખાસ ઘટાડો કે વધારો થયો નથી. પરંતુ વિવિધ રાજ્યોમાં રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય વધઘટ થયા કરે છે. ત્યારે 29 ડિસેમ્બરના રોજ પણ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ
| 94.49 | 90.16 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.97 | 90.65 |
| રાજકોટ | 94.24 | 89.94 |
| વડોદરા | 94.61 | 90.28 |
| સુરત | 94.34 | 90.03 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.