પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારની અસર દરેકના જીવન પર પડે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે સીધી અસર ચીજ વસ્તુઓ પર થાય. કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બને. ત્યારે સવારે 6 વાગ્યે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારના આધારે નવીનતમ દરો જાહેર કરે છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે . ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 95.74 | 91.41 |
| જામનગર | 94.50 | 90.18 |
| રાજકોટ | 94.27 | 89.96 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.11 | 89.78 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
