દિવસ શરૂ થાય એટલે ઓફિસ કે ધંધાર્થે જવા માટે આપણે બાઇક કે કારનો ઉપયોગ કરીએ. એટલે સ્વાભાવિક છે પેટ્રોલ અને ડીઝલ જોઇએ. એટલે જો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. સવારે 6 વાગ્યે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) નવીનતમ દરો જાહેર કરે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ફેરફાર અને ડોલર-રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. આ ફેરફારો રોજિંદા જીવનને અસર કરે છે - પછી ભલે તે ઓફિસ જતી વ્યક્તિ હોય કે ફળ અને શાકભાજી વેચનાર. ત્યારે આવો જાણીએ આજે શું છે પેટ્રોલનો ભાવ
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 96.19 | 91.86 |
જામનગર
| 94.50 | 90.18 |
| રાજકોટ | 94.27 | 89.96 |
| સુરત | 94.37 | 90.06 |
| વડોદરા | 94.11 | 89.78 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
- ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
- ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.