મધ્ય પૂર્વમાં વકરતા સંઘર્ષની અસર ફરી એકવાર ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળી રહી છે; બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $108ની સપાટીને વટાવી ગયો છે. ભારતમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે થોડી રાહત હોવા છતાં, ભાવ વધારાની આશંકાઓ વધી રહી છે.
ક્રૂડ ઓઇલનો આજે શું છે ભાવ ?
11 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ વેપારી માર્ગો ખાસ કરીને દરિયાઈ જહાજ વ્યવહાર પર વધતા જતા હુમલાઓ અને પુરવઠામાં સંભવિત વિક્ષેપને કારણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $108ની સપાટીને વટાવી ગયો છે. રોઇટર્સના અહેવાલ મુજબ, લગભગ ચાર મહિનામાં પ્રથમ વખત, વૈશ્વિક સ્તરના બંને મુખ્ય બેન્ચમાર્ક $100ની સપાટીથી ઉપર રહીને સપ્તાહ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે.
તો શું પેટ્રોલના ભાવ વધશે ?
અગાઉ મે મહિનામાં ભાવમાં ઝડપી વધારો થયો હતો, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ₹7.50નો વધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓHPCL, IOCL અને ભારત પેટ્રોલિયમ દ્વારા હાલમાં રાહત આપવામાં આવી છે. 11 સપ્ટેમ્બરના ભાવ મુજબ, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹95.20 છે.
શહેરનું નામ પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ (11 સપ્ટેમ્બરે શું છે ભાવ)
| શહેર | પેટ્રોલ / લિટર | ડીઝલ / લિટર |
| નવી દિલ્હી | 102.12 | 95.20 |
| કોલકાતા | 113.51 | 99.82 |
| મુંબઈ | 111.21 | 97.83 |
| ચેન્નાઈ | 107.78 | 99.56 |
| નોઈડા | 102.1 | 95.56 |
મધ્ય પૂર્વના તણાવની અસર
- અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે તેલના ભાવમાં તીવ્ર ઉછાળો સપ્લાય કટોકટીને કારણે છે.
- તેહરાને તાજેતરમાં વોશિંગ્ટનને ચેતવણી આપી હતી કે જો ઈરાની પ્રદેશ પર હુમલા ચાલુ રહેશે તો તે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવશે.
- ઈરાન સતત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નાકાબંધીનો વિરોધ કરી રહ્યું છે.
- આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવેમ્બરમાં સંઘર્ષનો અંત આવશે, જેનાથી તેલના વધતા ભાવમાંથી રાહત મળશે.
- ઈરાન સમર્થિત હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર હુમલાઓને કારણે તણાવ વધુ વધી રહ્યો છે.
શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે?
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ જે ઝડપે વધી રહ્યા છે તે જોતાં, એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારતમાં પણ ઈંધણના ભાવ વધશે. સરકાર તરફથી આવા કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. જોકે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ જો આ વલણ ચાલુ રહેશે. એટલે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો રહેશે. તો ભારતની સરકારી ઓઈલ કંપનીઓને ઈંધણના ભાવ વધારવાની ફરજ પડી શકે છે, કારણ કે તેઓ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલ પર નુકસાન વેઠી રહી છે.
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 11 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:
| શહેર | પેટ્રોલ / લિટર | ડીઝલ / લિટર
|
| અમદાવાદ | ₹101.81 | ₹97.92 |
| ગાંધીનગર | ₹102.01 | ₹98.13 |
| રાજકોટ | ₹101.85 | ₹97.99 |
| સુરત | ₹102.15 | ₹98.27 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| જૂનાગઢ | ₹102.48 | ₹98.62 |
આ પણ વાંચો: BRICS Summit Delhi Live: આજે PM Modi અને પુતિનની મહામુલાકાત, દિલ્હી પહોંચ્યા પુતિન