આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી ઘર્ષણને કારણે વૈશ્વિક ઓઈલ માર્કેટ (Global Oil Market) માં સતત ભારે હલચલ જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જો કે, આ ભૌગોલિક-રાજકીય દબાણ છતાં ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 28 મે, 2026 ના રોજ સામાન્ય જનતાને મોટી રાહત આપતા સ્થાનિક ઈંધણના ભાવોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી.
દેશના મેટ્રો શહેરોમાં આજના ભાવ (28 મે, 2026)
ભારતના અગ્રણી મેટ્રો શહેરોમાં આજે સવારે જાહેર થયેલા રેટ મુજબ કિંમતો સ્થિર છે:
નવી દિલ્હી: પેટ્રોલ ₹103.41 | ડીઝલ ₹₹99.53
મુંબઈ: પેટ્રોલ ₹111.18 | ડીઝલ ₹97.83
કોલકાતા: પેટ્રોલ ₹113.51 | ડીઝલ ₹99.82
ચેન્નાઈ: પેટ્રોલ₹107.77| ડીઝલ ₹99.55
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ ભાવ (28 મે, 2026)
આજે 28 મે, 2026 ના રોજ સવારે ૬ વાગ્યે જાહેર થયેલા નવા રેટ મુજબ ગુજરાતના અગ્રણી શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ નોંધાયા છે:
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹101.83 | ₹97.92 |
| ગાંધીનગર | ₹102.24 | ₹98.36 |
| રાજકોટ | ₹101.59 | ₹ 97.72 |
| સુરત | ₹101.81 | ₹97.95 |
| વડોદરા | ₹101.42 | ₹97.54 |
| ભાવનગર | ₹103.41 | ₹99.53 |
આગામી દિવસોમાં મોટો ભાવવધારો ઝીંકાવાની શક્યતા
બજારના આર્થિક નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે સ્થાનિક ઓઈલ કંપનીઓ પર દબાણ અસહ્ય બની જશે. હાલમાં સરકારી ઓઈલ કંપનીઓ નુકસાન વેઠીને પણ કિંમતોને નિયંત્રણમાં રાખી રહી છે. પરંતુ મે મહિનાના અંત પછી, એટલે કે જૂન મહિનાની શરૂઆતમાં સ્થાનિક બજારમાં પ્રતિ લિટર ₹૪ થી ₹૭ સુધીનો તોતિંગ ભાવવધારો ઝીંકાઈ શકે છે તેવી પ્રબળ ભીતિ સેવાઈ રહી છે.
ઘરબેઠા તમારા શહેરના લાઈવ ભાવ આ રીતે જાણો
તમે ઓઈલ કંપનીઓની સત્તાવાર એસએમએસ (SMS) સેવા દ્વારા દરરોજ સવારે તમારા શહેરના લાઈવ ભાવ જાણી શકો છો:
IOCL: RSP <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર મોકલો.
HPCL: HPPRICE <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર મોકલો.
BPCL: RSP <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર મોકલો.
