પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કારણ કે યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ક્રૂડ ઓઇલના સપ્લાય પર અસર પહોંચી છે. તેવામાં ઓઇલ ઉત્પાદકો માટે સરકારે રાહત કરી આપી છે. તો બીજી તરફ હવે ડોનાલ્ડ ટ્ર્મ્પે યુદ્ધ બંધ થવાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. કહ્યું કે ડીલ થાય કે ન થાય અમે ઇરાનમાંથી પાછા જતા રહીશું.
એક્સાઇઝ ડ્યૂટી નાબૂદ કરી
ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે એક મોટો નિર્ણય લીધો . સરકારે પેટ્રોલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરી છે, જ્યારે ડીઝલ માટે આ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. અગાઉ, પેટ્રોલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹10 પ્રતિ લિટર હતી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે અને સપ્લાય ચેઇન પર દબાણ વધી ગયું છે.
આજે ક્રૂડ ઓઇલનો ભાવ ?
આજે, 1 એપ્રિલ 2026 ના રોજ, ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ $113-$115 પ્રતિ બેરલની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. WTI ક્રૂડ પણ $103-$104 ના સ્તરની આસપાસ સ્થિર રહે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે, આ ભાવ ઘણા વર્ષોના ઉચ્ચ સ્તરે છે - એક એવી પરિસ્થિતિ જે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને અસર કરી શકે છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 છે, અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹87.67 છે.
- નોઈડામાં, પેટ્રોલનો ભાવ ₹94.85 અને ડીઝલનો ભાવ ₹87.98 છે.
- મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.54 અને ડીઝલનો ભાવ ₹90.03 છે.
- ચેન્નાઈમાં, પેટ્રોલ ₹100.80 થી ₹101.06 પ્રતિ લિટરની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹92.38 થી ₹92.61 પ્રતિ લિટરની રેન્જમાં છે.
- લખનૌમાં, પેટ્રોલનો ભાવ ₹94.69 થી ₹94.84 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.81 થી ₹88.05 પ્રતિ લિટરની રેન્જમાં છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.68 | 90.35 |
| ભાવનગર | 96.10 | 91.77 |
ગાંધીનગર
| 94.62 | 90.29 |
રાજકોટ
| 94.67 | 90.36 |
| વડોદરા | 94.52 | 90.20 |
| સુરત | 94.90 | 90.59 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?