મધ્ય પૂર્વ યુદ્ધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. દિવસ જાય તેમ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે. વળી ઓઇલ ટેન્કરો અને જહાંજ પર પણ હુમલા થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાને કારણે શેરબજાર તો ડાઉન જ છે. ત્યારે આવો જાણીએ 16 માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાનું માનવામાં આવે છે. જે વૈશ્વિક તેલ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. પરિણામે, વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી છે. એશિયન વેપારમાં, બ્રેન્ટ ક્રૂડ માટે મે ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ આશરે 0.50 ટકા વધ્યો, જે પ્રતિ બેરલ $103.75 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. અહેવાલો અનુસાર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના ખાર્ગ ટાપુ - એક મુખ્ય તેલ કેન્દ્ર - પર ઊર્જા માળખા સામે પગલાં લેવાનું વિચારી રહ્યા છે - એક પગલું તણાવને વધુ વધારી શકે છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 95.27 | 90.95 |
ભાવનગર
| 96.19 | 91.86 |
ગાંધીનગર
| 94.70 | 90.38 |
રાજકોટ
| 94.27 | 89.96 |
| વડોદરા | 94.23
| 89.90 |
| સુરત | 94.32
| 90.01 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો