અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ હાલ નિયંત્રણમાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ મધ્ય પૂર્વ તણાવ પહેલાના સ્તરે પાછા ફર્યા છે. હાલમાં આ ભાવ $76 થી $80 પ્રતિ બેરલ વચ્ચે છે. ત્યારે લોકોને પણ હવે એવી આશા છે કે સ્થિતિ નોર્મલ થઇ રહી છે.ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જાય. 

20 જૂને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? 

આપણે પેટ્રોલ પંપ પર પહોંચીએ ત્યારે સીધી નજર રેટ પર જ જાય. કે આજે કેટલો ભાવ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતા દરેકના મનમાં એ પ્રશ્ન થાય કે હવે પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે. જો કે આ નિર્ણય તો સરકાર અને તેલ કંપનીઓ પર નિર્ભર છે. તેમ છતાં રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ આજે શનિવાર 20 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.  

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7.50 સુધીનો વધારો થયો

સ્થાનિક સ્તરે પ્રથમ ભાવ વધારો 15 મેના રોજ થયો હતો, જ્યારે ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, ભાવમાં વધુ ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે કુલ ₹7.50 પ્રતિ લિટરનો વધારો થયો હતો. નોંધનીય છે કે, ચાર વર્ષમાં આ પહેલી વાર બન્યું હતું જ્યારે સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો; છેલ્લો ભાવ વધારો 2022 માં થયો હતો.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ (20 જૂન)

City Petrol Price (₹/Litre)Diesel Price (₹/Litre)
 Delhi ₹102.12₹95.20
Mumbai₹111.21₹97.83
Kolkata₹113.51₹99.82
Chennai₹107.77₹99.55

ગુજરાતના મુખ્ય શહેરોમાં 20 જૂન, 2026ના ભાવ


શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹101.83 ₹97.92
ગાંધીનગર ₹103.34 ₹98.08
રાજકોટ ₹101.56 ₹97.69 
સુરત ₹102.06 ₹98.19
વડોદરા ₹101.84 ₹97.96
ગીર સોમનાથ₹103.84 ₹97.49

તમારા વિસ્તારમાં નવીનતમ ભાવ SMS દ્વારા તપાસો


દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના આધારે દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. ગ્રાહકો તેમના ઘરના આરામથી તેમના શહેરના નવા ભાવ સરળતાથી શોધી શકે છે.


જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો, તો 'RSP' લખો, પછી એક જગ્યા અને તમારા શહેરનો કોડ લખો અને તેને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મોકલો. ભારત પેટ્રોલિયમના ગ્રાહકો 'RSP' લખો, પછી એક જગ્યા અને શહેરનો કોડ લખો અને ૯૨૨૩૧૧૨૨૨ પર સંદેશ મોકલી શકે છે.


તેવી જ રીતે, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહકો 'HPPRICE' લખો અને પછી શહેરનો કોડ લખો અને ૯૨૨૨૨૦૧૧૨૨ પર SMS મોકલી શકે છે. આ પ્રક્રિયાને અનુસરીને તમારા ફોન પર તાત્કાલિક નવીનતમ ભાવ મળશે.