મધ્ય પૂર્વમાં વધતા જતા ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિને પગલે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ ફરી $90 પ્રતિ બેરલને પાર કરી રહ્યા છે. જોકે, ભારતીય બજારમાં આજે એટલે કે 21 એપ્રિલ, 2026 ના રોજ સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.



આજે ક્રૂડ ઓઇલનો ભાવ કેટલો ? 

ઈરાન અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર હોવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. યુદ્ધવિરામની સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં આ વાટાઘાટો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં થઈ શકે છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 1.1 ટકા ઘટીને $94.44 પ્રતિ બેરલ થયો હતો. આ પહેલા, સોમવારે, 5.6 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • નોઈડામાં, પેટ્રોલનો ભાવ ₹94.85 અને ડીઝલનો ભાવ ₹87.98 છે.
  •  મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.54 અને ડીઝલનો ભાવ ₹90.03 છે.
  • ચેન્નાઈમાં, પેટ્રોલ ₹100.80 થી ₹101.06 પ્રતિ લિટરની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹92.38 થી ₹92.61 પ્રતિ લિટરની રેન્જમાં છે.
  • લખનૌમાં, પેટ્રોલનો ભાવ ₹94.69 થી ₹94.84 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.81 થી ₹88.05 પ્રતિ લિટરની રેન્જમાં છે.
  • દિલ્હીમાં, આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹87.67 છે.
  • કોલકાતામાં પેટ્રોલ ₹104.99 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ ₹91.81 પ્રતિ લિટર છે.
  • ભારતમાં સૌથી સસ્તું ઇંધણ પોર્ટ બ્લેરમાં જોવા મળે છે, જ્યાં પેટ્રોલની કિંમત ₹82.46 પ્રતિ લિટર અને ડીઝલ ₹78.05 પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ (હેડર)


શહેર પેટ્રોલ (પ્રતિ લિટર) ડીઝલ (પ્રતિ લિટર)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 95.75 91.42
ગાંધીનગર 94.95 90.63
રાજકોટ 94.78 90.47
વડોદરા 94.61 90.28
સુરત 94.57 90.26


આ પણ વાંચો- દુનિયાનું સૌથી સ્ટ્રોંગ શેરબજાર કયા દેશનું ?


  • Follow us on: