મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહ્યા. નબળી વૈશ્વિક માંગ અને પુરવઠામાં વધારો થવાની શક્યતાને કારણે OPEC+ ઉત્પાદનમાં અપેક્ષા કરતા ઓછા વધારાને કારણે કિંમતો પર દબાણ આવ્યું. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1 સેન્ટ અથવા 0.02% વધીને $65.48 પ્રતિ બેરલ થયા. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $61.69 પ્રતિ બેરલ પર યથાવત રહ્યું.
7ઓક્ટોબરે શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
બંને કોન્ટ્રાક્ટ પાછલા સત્રમાં 1% થી વધુ ઊંચા બંધ થયા. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા ઘટાડાની અસર પેટ્રોલ ડીઝલની આયાત કરનારા દેશો પર પડે છે. ત્યારે આવો જાણીએ 6 ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.49 | 90.17 |
| ભાવનગર | 96.19 | 91.86 |
| જામનગર | 94.44 | 90.11 |
| રાજકોટ | 94.26 | 89.95 |
| સુરત | 94.72 | 90.41 |
| વડોદરા | 94.23 | 89.90 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.