ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ $90થી ઉપર છે, જે ભારત જેવા આયાત-આધારિત દેશો માટે એક નવો પડકાર ઊભો કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ હોવા છતાં આજે પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે.

રાજકોટમાં  Nayaraએ ઇંધણના ભાવમાં વધારો

ન્યારાના પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ રૂ. 106.83 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ રૂ. 100.66 પ્રતિ લિટર થયો છે.ઇંધણના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર વાહનચાલકોના દૈનિક ખર્ચ પર જોવા મળી શકે છે. 



આજે વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ 


  • દિલ્હી - ₹102.12
  • કોલકાતા - ₹113.51
  • મુંબઈ - ₹111.21
  • ચેન્નાઈ - ₹107.76
  • ગુરુગ્રામ - ₹102.97
  • નોઈડા - ₹101.77
  • બેંગલુરુ - ₹110.97
  • ભુવનેશ્વર - ₹108.97
  • ચંદીગઢ - ₹102.20
  • હૈદરાબાદ - ₹115.73
  • લખનૌ - ₹113.81
  • તિરુવનંતપુરમ - ₹155.49


ડીઝલનો ભાવ શું છે? (આજે ડીઝલનો ભાવ)


  • નવી દિલ્હી - ₹95.20
  • કોલકાતા - ₹99.82
  • મુંબઈ - ₹97.83
  • ચેન્નાઈ - ₹99.55
  • ગુરુગ્રામ - ₹95.64
  • નોઈડા - ₹95.60
  • ભુવનેશ્વર - ₹100.68
  • ચંદીગઢ - ₹89.47
  • હૈદરાબાદ - ₹103.86
  • જયપુર - ₹98.50
  • પટના - ₹99.80
  • તિરુવનંતપુરમ - ₹104.41

મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં

આ વર્ષે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જે 2022 પછીનો આવો પ્રથમ વધારો હતો. ઓઈલ કંપનીઓએ ટૂંકા ગાળામાં ચાર વખત ભાવ વધાર્યા હતા. અત્યાર સુધીમાં આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹7.5નો વધારો થયો છે.

શું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધશે?


તેની શક્યતા ઓછી જણાય છે. ખાસ કરીને દિવાળીના સમયગાળા દરમિયાન તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની શક્યતા નહિવત છે. જોકે, જો ક્રૂડ ઓઈલના ભાવ અગાઉના સ્તરે પાછા નહીં ફરે, તો ભાવ વધારવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધશે.


ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 ₹98.39
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 ₹97.77 
વડોદરા ₹101.46 ₹97.57
ભાવનગર ₹103.41 ₹99.52


આ પણ વાંચો:Delhi: ભારતીય પાયલટે 9/11 થતા બચાવી લીધા, કેપ્ટન પર દુનિયાને ગર્વ.. બોલ્યા પીએમ મોદી