સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી માલિકીની તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના નવા ભાવ જાહેર કરે છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ, વિદેશી હૂંડિયામણના દર અને કર (ટેક્સ) જેવા વિવિધ પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે.

આજે પેટ્રોલ ડીઝલનો શું છે ભાવ ? 

સામાન્ય જનતા માટે રાહતની વાત છે કે આજે પેટ્રોલ પંપ પર ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે. જોકે, વિવિધ રાજ્યો દ્વારા લાદવામાં આવતા અલગ-અલગ કર અને સ્થાનિક શુલ્કને કારણે શહેરોમાં ભાવ અલગ-અલગ હોય છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે આજે સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા; તેમાં કોઈ ફેરફાર થયો નથી. મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ હજુ પણ $100ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે; સવારે લગભગ 6:25 વાગ્યે તે $103.06 પ્રતિ બેરલના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ ડીઝલ ક્યાં ? 

દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ₹118.34 પ્રતિ લિટર છે, જ્યારે ત્યાં ડીઝલનો ભાવ ₹106.06 પ્રતિ લિટર છે. તેની સામે, ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ ₹88.66 પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ ₹84.56 પ્રતિ લિટર છે.

મુખ્ય શહેર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર છે. દિલ્હીની સરખામણીમાં ચિત્તૂરમાં પેટ્રોલ ₹16.22 પ્રતિ લિટર મોંઘું છે અને ડીઝલ ₹10.86 પ્રતિ લિટર વધુ મોંઘું છે. તેનાથી વિપરીત, પોર્ટ બ્લેરમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે ₹13.46 અને ₹10.64 પ્રતિ લિટર સસ્તા છે.

ભાવમાં આવો તફાવત કેમ છે?

પંપ પરની અંતિમ કિંમત માત્ર ક્રૂડ ઓઈલની કિંમત દ્વારા નક્કી થતી નથી. તેમાં સ્થાનિક કર, વેટ (VAT), એક્સાઈઝ ડ્યુટી, રિફાઈનિંગ ખર્ચ, પરિવહન, વિતરણ અને સરકારી સબસિડી જેવા વિવિધ ઘટકોનો સમાવેશ થાય છે. આ કારણોસર, એક જ આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડ ઓઈલ ખરીદતા બે દેશો વચ્ચે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં નોંધપાત્ર તફાવત હોઈ શકે છે.

પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ભડકો 

મધ્ય પૂર્વના તણાવ અને કટોકટીને કારણે પાકિસ્તાનમાં પેટ્રોલ ₹389 અને ડીઝલ ₹424 ને વટાવી ગયું છે. તેલની અછત સર્જાતા પેટ્રોલ પ્રતિ લિટર ₹1,000 સુધી પહોંચવાની ચેતવણી અપાઈ છે.પાકિસ્તાન સરકારના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે એક કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે જો દેશમાં તેલ અને ગેસની અછત સર્જાશે તો આગામી સમયમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ₹1000 સુધી પહોંચી શકે છે.


દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર 21 સપ્ટેમ્બરે) 

શહેર પેટ્રોલનો ભાવ (પ્રતિ લિટર) ડીઝલનો ભાવ (પ્રતિ લિટર)
દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.31 ₹97.97 
કોલકાતા ₹113.51
 ₹99.82  
ચેન્નાઈ ₹107.78 ₹99.56
પટના ₹113.35 ₹99.36

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો(ગુડ રિટર્ન્સ અનુસાર 21 સપ્ટેમ્બરે ) 

શહેર પેટ્રોલ/પ્રતિ લીટરડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹98.27 
ગાંધીનગર ₹102.04 ₹98.15 
રાજકોટ ₹101.57 ₹97.71
સુરત ₹101.82 ₹97.95 
વડોદરા ₹101.46 ₹97.57


આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા