પેટ્રોલ અને ડીઝલ દૈનિક જરૂરિયાત છે. તેની કિંમતોને આધારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે ઘટે છે. જો કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કંઇ ખાસ ઘટાડો કે વધારો થયો નથી. પરંતુ વિવિધ રાજ્યોમાં રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય વધઘટ થયા કરે છે. ત્યારે 16 ડિસેમ્બરના રોજ પણ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે.

આજે ક્રૂડ ઓઇલનો ભાવ

આજે  ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થઈ રહી છે, MCX પર ક્રૂડ ઓઇલ લગભગ ₹૫૧૪૧ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ લગભગ $56.63  અને બ્રેન્ટ ક્રૂડ લગભગ $60.35 પ્રતિ બેરલ છે, જેનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચે વધારાના વૈશ્વિક પુરવઠા અને વેપાર તણાવનો ભય છે, જેના કારણે માંગમાં ઘટાડો થવાનો ભય છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની અપેક્ષા છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) 


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.29 89.95
ભાવનગર 96.10 91.78
ગાંધીનગર 94.62 90.29
પાટણ 95.29 90.99
રાજકોટ 94.29 89.98
વડોદરા 94.23 89.90

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.
આ પણ વાંચો-Shani Dev Powerful Yog: 2 દિવસ બાદ આ રાશિનું ચમકશે નસીબ, 30 વર્ષે શનિ બનાવશે શક્તિશાળી યોગ