મધ્ય પૂર્વ યુદ્ધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. જો કે ટ્રમ્પના રાહત ભર્યા નિવેદનો બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ ગેસ અને ઓઇલનો જથ્થો લઇને ભારતમાં કુલ 3 જહાજો આવ્યા છે.  ત્યારે આવો જાણીએ 26  માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.

પેટ્રોલ ડીઝલની કોઇ અછત નથી- સરકાર 

ભારત સરકારે પણ દેશના નાગરિકોને નોંધપાત્ર રાહત આપી છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેથી ડરીને ખરીદી કરવાની કોઈ જરૂર નથી. સરકારે ખાતરી આપી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગેસનો પુરવઠો 100% પર અવિરત ચાલુ રહેશે.

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે. "આપણી પાસે પેટ્રોલિયમ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ક્યાંય પણ કોઈ અછત નથી. કૃપા કરીને ગભરાટમાં ખરીદી કરવાનું ટાળો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.29 89.95
ભાવનગર 96.10 91.78
ગાંધીનગર 94.94 90.61
રાજકોટ 94.29 89.98
વડોદરા 94.28 89.96
સુરત 94.60 90.29

એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
  • ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો

આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?