ઇરાન ઇઝરાયલ અમેરિકા તણાવ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે. જેને લઇને પેટ્રોલ પંપ પર પણ પેટ્રોલ ભરાવવા લાઇનો લાગી ગઇ હતી.ત્યારે 8મી માર્ચ 2026 ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને નવીનતમ દરો જાહેર કર્યા છે. ગુજરાતના મહાનગરો સહિત દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.44 | 90.11 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.60 | 90.27 |
| રાજકોટ | 94.24 | 89.94 |
| વડોદરા | 94.11 | 89.78 |
| સુરત | 94.62 | 90.31 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચોઃ Auto News: રૂ.1.20 લાખ સુધીના જંગી ડિસ્કાઉન્ટ સાથે ઘરે લાવો આ નવી EV SUV