કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી શરૂ થતા પખવાડિયા માટે ડીઝલની નિકાસ પરના ટેક્સમાં પ્રતિ લિટર ₹4નો ઘટાડો કર્યો છે, જ્યારે પેટ્રોલ પરનો ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ આજે 1 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા હતા.
1 ઓક્ટોબરથી બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ
સરકારી તેલ કંપનીઓ HPCL, IOCL અને ભારત પેટ્રોલિયમ દ્વારા આજે જાહેર કરાયેલા ભાવ મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં ₹71.50નો વધારો થયો છે.
ક્રૂડ ઓઈલના ભાવ $100થી નીચે
આજે (ગુરુવારે) સવારે 5.46 વાગ્યે, બ્રેન્ટ ક્રૂડ $97.66 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું (જેમાં $0.37નો ઘટાડો થયો હતો), જ્યારે WTI 49 સેન્ટ ઘટીને $89.93 પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. અગાઉ બુધવારે, બ્રેન્ટ ક્રૂડમાં $1.87 પ્રતિ બેરલનો વધારો થયો હતો અને તે $98.03 પર બંધ થયું હતું, જ્યારે યુએસ ક્રૂડ બેન્ચમાર્ક WTIમાં $0.48 નો ઘટાડો થયો હતો અને તે $89.94 પ્રતિ બેરલ પર બંધ થયું હતું.
મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (1 ઓક્ટોબર)
- દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹111.31 અને ડીઝલનો ભાવ ₹97.97 છે.
- જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ ₹107.78 અને ડીઝલ ₹99.56 પર પહોંચ્યું છે.
- જયપુરમાં પેટ્રોલ ₹113.19 અને ડીઝલ ₹98.25 છે.
- પટનામાં પેટ્રોલ ₹113.35 અને ડીઝલ ₹99.36 છે.
- ભોપાલમાં પેટ્રોલ ₹115.41 અને ડીઝલ ₹100.47 પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ ₹113.51 અને બેંગલુરુમાં ₹111.68 છે.
વિન્ડફોલ ટેક્સની વિગતો
નાણા મંત્રાલયની સૂચના મુજબ, ડીઝલની નિકાસ પરનો કુલ લેવી (જેમાં સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી - SAED અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે) હવે પ્રતિ લિટર ₹16 રહેશે, જે અગાઉ પ્રતિ લિટર ₹૨૦ હતો. ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પરની નિકાસ ડ્યુટી પ્રતિ લિટર ₹15 ઘટાડીને ₹10.5 કરવામાં આવી છે, જે પ્રતિ લિટર ₹૪.૫નો ઘટાડો દર્શાવે છે. પેટ્રોલ પરની નિકાસ જકાત ₹0.50 પ્રતિ લિટર યથાવત રાખવામાં આવી છે. આ દર આગામી પખવાડિયા સુધી લાગુ રહેશે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹101.83 | ₹97.92 |
| ગાંધીનગર | ₹102.36 | ₹98.39 |
| રાજકોટ | ₹102.03 | ₹98.16 |
| સુરત | ₹101.63 | ₹97.77 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| ભાવનગર | ₹103.41 | ₹99.52 |
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહીં
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરના વર્તમાન જકાત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી, આ નિર્ણયને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં.