મધ્ય પૂર્વ યુદ્ધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. દિવસ જાય તેમ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે. વળી ઓઇલ ટેન્કરો અને જહાંજ પર પણ હુમલા થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ બધાને કારણે શેરબજાર તો ડાઉન જ છે. ત્યારે આવો જાણીએ 14 માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
ઈરાન સાથેના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં, ભાવ પ્રતિ બેરલ $120 ની નજીક પહોંચી ગયા હતા અને હાલમાં પણ $100 ની ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. ઈરાન અને યુ.એસ./ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ટ્રાફિક બંધ થઈ ગયો છે. વિશ્વના લગભગ 20 ટકા તેલ આ માર્ગેથી પસાર થાય છે. પુરવઠામાં ઘટાડાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.54 | 90.21 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.68 | 90.35 |
| રાજકોટ | 94.59 | 90.28 |
વડોદરા | 94.61 | 90.28 |
| સુરત | 94.40 | 90.26 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો