ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ₹3 પ્રતિ લિટર કરી છે, જ્યારે ડીઝલ માટે આ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. અગાઉ, પેટ્રોલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ₹13 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹10 પ્રતિ લિટર હતી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે અને સપ્લાય ચેઇન પર દબાણ વધી ગયું છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹94.77 છે, અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ₹87.67 છે.
- નોઈડામાં, પેટ્રોલનો ભાવ ₹94.85 અને ડીઝલનો ભાવ ₹87.98 છે.
- મુંબઈમાં, પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.54 અને ડીઝલનો ભાવ ₹90.03 છે.
- ચેન્નાઈમાં, પેટ્રોલ ₹100.80 થી ₹101.06 પ્રતિ લિટરની રેન્જમાં ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલનો ભાવ ₹92.38 થી ₹92.61 પ્રતિ લિટરની રેન્જમાં છે.
- લખનૌમાં, પેટ્રોલનો ભાવ ₹94.69 થી ₹94.84 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹87.81 થી ₹88.05 પ્રતિ લિટરની રેન્જમાં છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.68 | 90.35 |
| ભાવનગર | 96.10 | 91.77 |
| ગાંધીનગર | 94.85 | 90.52 |
| રાજકોટ | 95.19 | 90.86 |
| વડોદરા | 94.61 | 90.28 |
| સુરત | 94.57 | 90.01 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
