પીએફમાં તમારું બેલેન્સ ચેક કરવું ઘણા લોકોને મુશ્કેલીભર્યું લાગે છે, કારણ કે તેમાં UAN નંબર, આધાર નંબર અને વારંવાર પાસકોડ એન્ટર કરવો પડે છે. આવા લોકો પીએફની માહિતી જાણવા માટે બીજા પર આધાર રાખે છે. શું તમે પણ એવા લોકોમાં સમાવિષ્ટ છો? જો હાં, તો તમારાં માટે આ એક સારાં સમાચાર છે. હવે PF બેલેન્સ ચેક કરવા માટે તમને ન તો UAN નંબરની જરૂર છે અને ન જ આધાર નંબરની.
પોર્ટલ પર ગયા વિના PF બેલેન્સ કેવી રીતે જાણશો?
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) તમારા PFની માહિતી ઝડપથી જાણવા માટે બે સરળ રીત આપી છે. સૌથી ખાસ વાત એ છે કે તમારાં માટે ઈન્ટરનેટ હોવું જરૂરી નથી. તમે ઈન્ટરનેટ વિના પણ તમારું PF બેલેન્સ જાણી શકો છો. તેના માટે મિસ્ડ કોલ કે SMS દ્વારા માહિતી મેળવી શકાય છે.
મિસ્ડ કોલ સર્વિસ : ઝડપી અને મફત
જેનાં EPFO યુઝર્સનું UAN (યૂનિવર્સલ અકાઉન્ટ નંબર) સક્રિય છે, તેઓ પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપી PF બેલેન્સ જાણી શકે છે.
આ સેવા કેવી રીતે કામ કરે છે
આપેલ નંબર પર મિસ્ડ કોલ આપો – બે રીંગ બાદ કોલ આપમેળે કપાઈ જશે.
તમારાં મોબાઇલ પર એક SMS આવશે, જેમાં PF બેલેન્સ અને છેલ્લું યોગદાન કેટલું હતું તેની માહિતી હશે.
આ સેવા સંપૂર્ણપણે મફત છે -કોઈ ખર્ચ નહિ.
EPFO અનુસાર, આ શૂન્ય ખર્ચવાળી સેવા છે જે ખાસ કરીને તેમને માટે બનાવવામાં આવી છે જેમણે ઇન્ટરનેટ નથી.
SMS સેવા
જેઓ ટેક્સ્ટ મેસેજ મોકલવાનું પસંદ કરે છે, તેમના માટે EPFO SMS સેવા આપે છે, જે અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
કઈ રીતે ઉપયોગ કરવો
તમારાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર SMS મોકલો.
ટેક્સ્ટ લખો કે EPFOHO UAN, ડિફોલ્ટ રીતે જવાબ અંગ્રેજીમાં આવશે. જો તમે કોઈ બીજી ભાષામાં જવાબ માંગો છો તો SMSના અંતે તે ભાષાના પ્રથમ ત્રણ અક્ષરો ઉમેરો.
ઉદાહરણ તરીકે ગુજરાતી માટે: EPFOHO UAN GUJ, હિન્દી માટે: EPFOHO UAN HIN, તમિલ માટે: EPFOHO UAN TAM