RBIએ 2000 રૂપિયાની પરત લેવાનો નિર્ણય લીધો તે નિર્ણય 2 વર્ષ પહેલા લીધો હતો. હવે અપડેટ એવી છે કે જલ્દીથી ચલણમાંથી બહાર થઇ જશે પરંતુ તેનું લિગલ ટેન્ડર બની રહ્યું છે. આ વચ્ચે એક સમાચાર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઇ જશે. ધીરે ઘીરે આ નોટ એટીએમમાંથી નીકળતી બંધ થઇ જશે. ત્યારે આવી ચર્ચાઓને લઇને સરકાર તરફથી પીઆઇબી દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે.
શું છે મેસેજ ?
લોકોને વોટ્સએપ પર એક મેસેજ મળી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે RBIએ તમામ બેંકોને નિર્દેશ આપ્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર 2025 સુધી એટીએમમાંથી 500 રૂપિયાની નોટ કાઢવાનું બંધ કરી છે. તેનો ઉદ્દેશ્ય એવો છે કે 75 ટકા બેંકોના એટીએમમાંથી 500ની નોટ હટી જાય અને 31 માર્ચ 2026 સુધી 90 ટકા એટીએમમાંથી આ નોટ સંપૂર્ણ રીતે બંધ થઇ જાય. જે બાદ એટીએમમાંછી માત્ર 100 અને 200 રૂપિયાની નોટ જ મળશે. અને તમારી પાસે જો 500ની નોટ હોય તો તેને વાપરવા લાગો. ત્યારે પીઆઇબી દ્વારા આ મેસેજને લઇને ફે્કટ ચેક કરવામાં આવ્યું. જેમાં આ મેસેજ સંપૂર્ણ ફેક હોવાનું સામે આવ્યું છે.
શું કહે છે પીઆઇબી?
પીઆઇબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે આરબીઆઇએ આવો કોઇ આદેશ આપ્યો નથી. 500 રૂપિયાની નોટ કાયદાકીય રીતે માન્ય છે. તમે 500 રૂપિયાની નોટનો ઉપયોગ કોઇ પણ સમસ્યા વિના કરી શકો છો. આ સાથે જ PIB એ લોકોને આવા ભ્રામક સમાચારોથી સાવધ રહેવા કહ્યું છે. PIB ફેક્ટ ચેક યુનિટે કોઈપણ માહિતીની સત્યતા ચકાસવા માટે સરકારી વેબસાઇટ જેવા વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ જણાવ્યું કે જો કોઈ સંદેશ શંકાસ્પદ લાગે છે, તો તેની જાણ કરો જેથી ખોટી માહિતીનો ફેલાવો અટકાવી શકાય. હાલ તો ભારતીય રિઝર્વ બેંક તરફથી 500 રૂપિયાની ચલણ પર રોકને લઇને કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ નોટ માર્કેટમાં ચલણમાં જ છે.
https://twitter.com/PIBFactCheck/status/1944046963114090533