વિશ્વભરમાં પિઝા પ્રેમીઓની માનીતી બ્રાન્ડ પિઝા હટ (Pizza Hut) ને લઈને કોર્પોરેટ જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. પિઝા હટ બ્રાન્ડનો વૈશ્વિક કારોબાર અંદાજે 2.7  અબજ ડોલર (આશરે ₹22500 કરોડ) માં વેચાઈ ગયો છે. આ સોદા બાદ હવે આ વૈશ્વિક બ્રાન્ડના બે નવા માલિકો હશે.


કોણે ખરીદશે પિઝા હટ ? 

1. લોંગ રેન્જ કેપિટલ (Long Range Capital): આ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ 1.5 અબજ ડોલર (આશરે ₹12500 કરોડ) ચૂકવીને પિઝા હટના ગ્લોબલ ઓપરેશનનો મોટો હિસ્સો ખરીદશે.

2. યમ ચાઇના હોલ્ડિંગ્સ (Yum China Holdings): આ કંપની 1.2  અબજ ડોલર (આશરે ₹10,000 કરોડ) માં ચીન (Mainland China) માં આવેલો પિઝા હટનો સમગ્ર બિઝનેસ ખરીદશે.

જો કે હાલમાં કોઇ ડીલ થઇ નથી. પરંતુ  નિયમનકારી મંજૂરીઓ (Regulatory Approvals) મળ્યા બાદ, આ વર્ષની એટલે કે 2026ના ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) સુધીમાં આ સોદો સત્તાવાર રીતે પૂર્ણ થવાની આશા છે.

પિઝા હટે કેમ વેચાઇ ગઇ? 

પિઝા હટની પેરન્ટ કંપની 'યમ બ્રાન્ડ્સ' (YUM Brands) (જે KFC અને ટાકો બેલની પણ માલિક છે) આ બિઝનેસ વેચી રહી છે. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

વધતી હરીફાઈ અને ઓછો ખર્ચ

વૈશ્વિક સ્તરે ફૂડ સેક્ટરમાં કોમ્પિટિશન ખૂબ વધી ગઈ છે. સાથે જ આર્થિક પડકારોને કારણે ગ્રાહકો બહાર ખાવા-પીવા પાછળ ઓછો ખર્ચ કરી રહ્યા છે.

વેચાણમાં સતત ઘટાડો:

અમેરિકા જેવા મોટા માર્કેટમાં છેલ્લા બે વર્ષથી પિઝા હટના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

અન્ય બ્રાન્ડ્સ પર ફોકસ:

યમ બ્રાન્ડ્સના સીઈઓ ક્રિસ ટર્નરના જણાવ્યા મુજબ, પિઝા હટને અલગ કરવાથી કંપની પોતાના અન્ય ઝડપથી વિકસતા બ્રાન્ડ્સ (જેમ કે KFC) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

આઉટલેટ્સ બંધ થવાની નોબત

પિઝા હટ અમેરિકામાં ડોમિનોઝ પછી બીજા નંબરની સૌથી મોટી પિઝા ચેઈન છે (આશરે 6300  સ્ટોર્સ). પરંતુ ખોટના કારણે કંપની આ વર્ષે અમેરિકામાં પોતાના આશરે 250 આઉટલેટ્સ બંધ કરવાની યોજના બનાવી રહી છે.

પિઝા હટની સફળતાની કહાની 

પિઝા હટની સક્સેસ સ્ટોરી કોઈપણ સ્ટાર્ટઅપ માટે પ્રેરણારૂપ છે:

1958માં શરૂઆત: અમેરિકાના કન્સાસમાં બે ભાઈઓ ફ્રેન્ક કાર્ની અને ડેન કાર્નીએ આ કંપનીની શરૂઆત કરી હતી.

માતાની મદદ: તે સમયે તેમની પાસે વ્યવસાય શરૂ કરવાના પૈસા નહોતા, તેથી તેમણે પોતાની માતા પાસેથી 600 ડોલર ઉધાર લીધા હતા. તત્કાલીન કરન્સી રેટ (1 ડોલર = આશરે ₹21) મુજબ આ રકમ આશરે ₹12500  થાય છે.

શરૂઆતી મોડેલ: જગ્યા ઓછી હોવાને કારણે શરૂઆતમાં આ ચેઈન માત્ર 'ટેકઅવે' (પાર્સલ) સર્વિસ આપતી હતી, પરંતુ બાદમાં ડાઇન-ઈન (ત્યાં બેસીને જમવાની) સુવિધા શરૂ થઈ.


પેપ્સિકોથી લઈને 'યમ બ્રાન્ડ્સ' સુધીની સફર

1977: પેપ્સિકો (PepsiCo) કંપનીએ પિઝા હટ ખરીદી લીધી અને તેને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી.

1997: પેપ્સિકોએ આ રેસ્ટોરન્ટ બિઝનેસને અલગ કરીને 'ટ્રાઇકોન ગ્લોબલ રેસ્ટોરન્ટ્સ' બનાવ્યું.

2002: આ કંપનીનું નામ બદલીને 'યમ બ્રાન્ડ્સ' (Yum Brands) કરવામાં આવ્યું, જેણે પિઝા હટને વૈશ્વિક સ્તરે વેસ્ટર્ન ડાઇનિંગનો મોટો ચહેરો બનાવ્યો.

આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

  • Follow us on: