ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેક ઓફ કર્યા બાદ આ ઘટના બની. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે NDRFની 2 ટીમ મોકલવામાં આવી છે. ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે. ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ત્યારે આ દૂર્ઘટનાને પગલે માત્ર એવિએશન ક્ષેત્રને જ નહી પણ ટાટા ગ્રુપની ઇમેજને પણ મોટો આંચકો લાગ્યો છે. ટાટા ગ્રુપના શેરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો.
ટાટા ગ્રુપના આ શેરોમાં ભારે ઘટાડો
TCS: 1% થી વધુ ઘટાડો
ટાટા સ્ટીલ: શેર 3% ઘટ્યા
ટાટા પાવર: 2.5% ઘટ્યા
ટાટા એલેક્સી: 2% થી વધુ નુકસાન
ટાટા કોમ્યુનિકેશન્સ: 1% થી વધુ ઘટાડો
ટાટા મોટર્સ: 3% થી વધુ ઘટાડો
ટાટા કેમિકલ્સ: 3% ઘટાડો
ટાટા કન્ઝ્યુમર: 2% થી વધુ ઘટાડો
ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન: લગભગ 4% ઘટાડો
ઇન્ડિયન હોટેલ્સ: 2% થી વધુ
સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સ, ટાટા કેમિકલ્સ, ટાટા કન્ઝ્યુમર, ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે આવી ઘટનાઓ રોકાણકારોના મનમાં ભય અને મૂંઝવણ પેદા કરે છે, જે જૂથ સાથે સંકળાયેલી બધી કંપનીઓના શેર પર દબાણ લાવે છે. ટાટાનું નામ એર ઇન્ડિયા સાથે સંકળાયેલું હોવાથી, બજારે સમગ્ર જૂથને એક જ નજરે જોવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા એરલાઈન કંપની ટાટા ગ્રુપની માલિકીની છે. ટાટા ગ્રુપની કંપનીઓના શેર ઘટી ગયા છે. એરલાઈન સાથે જોડાયેલી આ મોટી દુર્ઘટનાએ માત્ર ઉડ્ડયન ક્ષેત્રને જ નહીં પરંતુ સમગ્ર ટાટા ગ્રુપની બજાર છબીને પણ આંચકો આપ્યો છે.










