પંજાબ નેશનલ બેન્કના શેર પર સોમવારે મોટી અસર પડી શકે છે, કારણ કે સરકારી બેન્કે શુક્રવારે મોડી રાત્રે એક મોટા સમાચાર આપ્યા છે. 26 ડિસેમ્બરે બજાર બંધ હોવાના કારણે એક નિયામક રિપોર્ટમાં બેન્કે SREI ગ્રુપની બે સંસ્થાઓના પૂર્વ પ્રમોટરો સાથે જોડાયેલ 2,400 કરોડ રૂપિયાથી વધારેના લોન ફ્રોડની જાણકારી આપી છે.

શુક્રવારે પીએનબીના શેરમાં થોડું દબાણ જોવા મળ્યું

બેન્કે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે તેને SREI ઈક્વિમેન્ટ ફાઈનાન્સ લિમિટેડના એકાઉન્ટમાં 1240.94 કરોડ રૂપિયા અને SREI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ લિમિટેડના ખાતામાં 1193.06 કરોડ રૂપિયાની છેતરપિંડીની જાણકારી મેળવી છે. સાથે જ પંજાબ નેશનલ બેન્કે એ પણ ક્લિયર કર્યું કે તેને બંને ખાતામાં બાકી રહેલી સંપૂર્ણ રકમ માટે 100 ટકા જોગવાઈ કરી દીધી છે. ફાઈલિંગમાં બેન્કે પણ જાણકારી આપી કે આ કંપનીઓનું NCLT દ્વારા કોર્પોરેટ નાદારી સમાધાન પ્રક્રિયા હેઠળ સફળતાપૂર્વક સમાધાન કરવામાં આવ્યું છે. આ જાહેરાત પહેલા જ શુક્રવારે પીએનબીના શેરમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.

પીએનબીના શેર બીએસઈ પર 120.95 રૂપિયાથી ઘટીને 120.35 રૂપિયા પર બંધ થયા. જો કે લાંબા સમયમાં શેરની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે અને છેલ્લા 6 મહિનામાં તેમાં લગભગ 13 ટકા અને 2025માં અત્યાર સુધીમાં 17 ટકાથી વધારેની તેજી જોવા મળી છે. PNBનો RSI 50.8 છે, કેશ ફ્લો ઈન્ડેક્સ 55.4 છે. હાલમાં આ શેરમાં કોઈ ખાસ ખરીદ-વેચાણ જોવા મળી રહ્યું નથી.

શું કરે છે SREI ગ્રુપ?

અહેવાલ મુજબ SREI ગ્રુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ લિમિટેડે 1989માં નિર્માણ ઉપકરણો દ્વારા શરૂઆત કરી અને ત્યારબાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન સેક્ટરમાં વિસ્તાર કર્યો. અગાઉ તેને એક ફાઈનાન્સ કંપની તરીકે રાખવામાં આવી હતી પણ ત્યારબાદ તેને NBFC રોકાણ અને લોન કંપની તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવ્યા અને વર્ષ 2011માં કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા તેને એક પબ્લિક ફાઈનાન્સ સંસ્થા તરીકે નોટિફાય કરવામાં આવ્યા.

આ પહેલા સપ્ટેમ્બર ત્રિમાસિક માટે પીએનબીએ પોતાના નેટ પ્રોફિટમાં ગયા વર્ષની તુલનામાં 14 ટકાનો ગ્રોથ નોંધાવતા 4,904 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક માટે બેન્કની જોગવાઈ 643 કરોડ રૂપિયા રહી, જે વાર્ષિક અને ત્રિમાસિક આધાર પર તેજીને બતાવે છે.

કેવી છે PNBની નાણાકીય સ્થિતિ?

ખાસ વાત એ છે કે શેર પર નજર રાખી રહેલા લોકો ગુણવતાની ચકાસણી માટે પ્રોવિઝન કવરેજ રેશિયો પર ધ્યાન આપે છે. PNBએ તેમાં સુધારો કર્યો છે, જેમાં ટેક્નિકલ રાઈટ ઓફ સહિત પીસીઆર બીજા ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર 24 બેસિસ પોઈન્ટ વધારીને 96.91 ટકા થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિકમાં ઓપરેશન પ્રોફિટમાં ગયા વર્ષની તુલનામાં 5.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને તે 7,227 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં સંચાલન નફો 6.5 ટકા વધીને 14,308 કરોડ રૂપિયા થઈ ગયો.