દરેક વ્યક્તિ પોકાના બાળકોના ભવિષ્ય માટે બચતના પૈસાને એવી જગ્યાએ રોકાણ કરવા ઇચ્છે છે કે જ્યાં પૈસા સેફ રહે અને રિટર્ન જબરદસ્ત મળે. એવામાં પોસ્ટ ઓફિસની ઇન્વેસ્ટમેન્ટ સ્કિમ એક સુરક્ષિત ઓપ્શન છે. આજે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારા બચતના પૈસાનું સારુ રિટર્ન મેળવી શકશો.


આ યોજના શું છે?

આ યોજના પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ છે, જેને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવામાં આવે છે. તમે દર વર્ષે એક સાથે રકમ જમા કરો અને તેના પર વ્યાજ મેળે. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે તે એક સરકારી યોજના છે, તેથી તેમાં પૈસા ડૂબી જવાનું કોઈ જોખમ નથી. હાલમાં, પોસ્ટ ઓફિસ 5 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7.5% વાર્ષિક વ્યાજ આપી રહી છે, જે ઘણી બેંકો કરતા વધુ છે.

સીધા જ 3 ઘણા કેવી રીતે કરશો?

સમજો કે આજે  5 વર્ષ માટે પોસ્ટ ઓફિસ એફડીમાં 5 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો, તો તમને તેના પર વાર્ષિક 7.5% ના દરે વ્યાજ મળશે. તો આ રકમ 5 વર્ષ પછી વધીને લગભગ 7,24,974 રૂપિયા થઈ જશે પરંતુ અહીં ન અટકો, આ પૈસાને 5 વર્ષ માટે ફરીથી તે જ યોજનામાં ફરીથી રોકાણ કરો અને આગામી 5 વર્ષમાં આ રકમ વધુ વધીને 10,51,175 રૂપિયા થઈ જશે. હવે તેને 5 વર્ષ માટે ત્રીજી વખત જમા કરાવો. આ વખતે રકમ વધીને લગભગ 15,24,149 રૂપિયા થઈ જશે. એટલે કે, તમારી શરૂઆતની 5 લાખ રૂપિયાની રકમ હવે 15 વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ છે.

કેવી રીતે મળશે નફો ? 

 તમે ફક્ત એક જ વાર 5 લાખ રૂપિયા જમા કરાવ્યા અને 15 વર્ષ સુધી તેને સ્પર્શ કર્યો નહીં, ન તો તમારે દર મહિને કોઈ હપ્તો ચૂકવવો પડ્યો કે ન તો તમારે બજારનું જોખમ લેવાની જરૂર પડી. છતાં 15 વર્ષ પછી તમને 15 લાખ રૂપિયાથી વધુનું વળતર મળી રહ્યું છે. આનો અર્થ એ છે કે તમને 10 લાખ રૂપિયાનો સીધો નફો થયો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણ સારુ છે અહીં આપેલી માહિતી વાસ્તવમાં કદાચ અલગ પણ હોઇ શકે છે માટે રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી) 

  • Follow us on: