રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (RailTel Corporation of India)ના શેરમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી છે. NSE પર ઈન્ટ્રાડે દરમિયાન શેર 5.57% વધીને ₹325.40 સુધી પહોંચ્યો હતો, જોકે બાદમાં તેજી થોડી ઘટીને 3% આસપાસ સ્થિર થઈ. બજારમાં આ ઉછાળો કંપનીને મળેલા નવા મોટા ઓર્ડર્સને કારણે જોવા મળ્યો.
કામ 30 જૂન 2031 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે
કંપનીને કોલ ઈન્ડિયાની સબસિડિયરી મહાનદી કોલફિલ્ડ્સ તરફથી લગભગ ₹107.61 કરોડનો ડોમેસ્ટિક ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 60 મહિનાના સમયગાળા માટે MPLS VPN નેટવર્ક તૈયાર કરવામાં આવશે, જેનું પૂર્ણ કાર્ય 30 જૂન 2031 સુધીમાં કરવાનું રહેશે. આ સમાચાર બાદ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો.
અગાઉ પણ મળ્યો છે મોટો ઓર્ડર
આ ઉપરાંત, રેલટેલને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ₹13.60 કરોડનો કોન્ટ્રેક્ટ મળ્યો છે, જેમાં ડિજીથાણે સિટિઝન એંગેજમેન્ટ પ્લેટફોર્મના વિકાસ, અપગ્રેડેશન, ઓપરેશન અને મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 10 વર્ષ સુધી ચાલશે અને 2036 સુધી પૂર્ણ થશે. ગયા અઠવાડિયામાં કંપનીને ગોવા લેબર વેલફેર બોર્ડ માટે એક ઓનલાઈન પોર્ટલ વિકસાવવા માટે ₹27.06 કરોડનો વધુ એક ઓર્ડર પણ મળ્યો હતો. સતત મળતા નવા પ્રોજેક્ટ્સને કારણે કંપનીના ભવિષ્યના બિઝનેસ આઉટલુકને મજબૂતી મળી રહી છે.
એક વર્ષમાં સ્ટોક 25%થી વધુ ઘટ્યો
શેર પ્રદર્શનની વાત કરીએ તો, રેલટેલનો સ્ટોક છેલ્લા એક મહિનામાં 3%થી વધુ વધ્યો છે, પરંતુ વર્ષના આધારે (YTD) લગભગ 13% ઘટાડો દર્શાવે છે. એક વર્ષમાં સ્ટોક 25%થી વધુ ઘટ્યો છે, પરંતુ લાંબા ગાળામાં ત્રણ વર્ષમાં 146% અને પાંચ વર્ષમાં 129%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચો : Adani Portsએ કરી 13,225 કરોડની મેગા ડિલ, શેર બન્યા રોકેટ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.