ભારત હવે રેયર અર્થના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું લેવા જઇ રહ્યુ છે. અરુણાચલ પ્રદેશના પાપુમ પારે જિલ્લામાં REEનું મોટો ભંડોળ મળી આવ્યુ. આ ખજાના બાદ ભારતે ચીન પર નિર્ભર રહેવું પડશે નહીં. નિયોડિમિયમ જેવા મહત્વપૂર્ણ ધાતુઓની ઉપલબ્ધતાથી ઇલેક્ટ્રોનિક વાહન અને દેશના ટેક્નોલોજીવાળા ઉદ્યોગોને વેગ મળશે.


નિયોડીમિયમ મહત્વપૂર્ણ ધાતુ

ભારત હવે દુર્લભ પૃથ્વી તત્વો એટલે REE જેનું ફુલ ફોર્મ છે Rare Earth Elementsના મામલે ચીનના દબાણને ઓછું કરી શકે છે. રેર અર્થ એલિમેન્ટ્સ એવા ખનિજો છે જે વિશ્વના ગ્રીન અને ડિજિટલ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હવે ભારતને ચીન પર નિર્ભરતા ઘટાડવાની એક મોટી તક મળી શકે છે. આ પરિવર્તન અરુણાચલ પ્રદેશના પાપુમ પારે જિલ્લામાં એક મહત્વપૂર્ણ શોધને કારણે થઈ શકે છે, જ્યાં તાજેતરમાં રેર અર્થ એલિમેન્ટ્સનો મોટો ભંડાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જૂનમાં ખાણ મંત્રાલયે અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાં મોટી માત્રામાં નિયોડીમિયમ મળી આવ્યું છે. નિયોડીમિયમ એક મહત્વપૂર્ણ ધાતુ છે. જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, આધુનિક ઇલેક્ટ્રોનિક્સ અને ચુંબક બનાવવામાં થાય છે.

ભારત વિશ્વને પડકાર આપી શકે

આ શોધ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે REE માટે ચીન પર વધુ પડતી નિર્ભરતા રહી છે. ભારતની REE આયાતનો લગભગ 85-90% ચીનથી આવે છે. જો કે, હવે આ નવા ભંડારની શોધ સાથે, ભારતને આ ધાતુઓના પુરવઠામાં આત્મનિર્ભર બનવાની તક મળી શકે છે. આનાથી માત્ર ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ક્ષેત્રને જ પ્રોત્સાહન મળશે નહીં, પરંતુ તે દેશના તકનીકી અને ઔદ્યોગિક વિકાસમાં પણ મદદ મળશે. ઉપરાંત, તે ભારતને ચીનની પુરવઠા નીતિમાંથી પણ બહાર કાઢી શકે છે, જેથી ભવિષ્યમાં તેને કોઈ પુરવઠા વિક્ષેપનો સામનો ન કરવો પડે. હાલમાં, REE ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 1% કરતા ઓછો છે. બીજી તરફ, ચીન REE ના 70% ઉત્પાદન કરે છે અને રિફાઇનિંગ ક્ષમતાના 90% માલિકી ધરાવે છે. આ અસંતુલનને જોતાં, ભારતે તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઘણા પગલાં લેવા પડશે જેથી તે ચીન પરની તેની નિર્ભરતાને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે. જો કે, જો ભારત આગામી થોડા વર્ષોમાં આ દિશામાં ઝડપી પગલાં લે છે, તો તે સમગ્ર વિશ્વમાં REE સપ્લાયમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે. 

  • Follow us on: