બિઝનેસ મેન રતન ટાટાનુ નિધન ગયા વર્ષે 9 ઓક્ટોબરે થયુ હતુ. પરંતુ તેમની યાદો અને તેમના ડોગ પ્રત્યે પ્રેમ આજે પણ લોકોના દિલમાં જીવતો છે. ટાટાએ પોતાના ડોગ ટીટો માટે પોતાની પ્રોપર્ટીમાં 12 લાખ રૂપિયાની રાશિ અને હર ત્રણ મહિને 30,000 રૂપિયા પેન્શન આપવાની વાત કરી હતી. એટલું જ નહીં ટીટોની દેખભાળ માટે તેની લાંબા સમયથી કામ કરી રહેલા રસોઇયાને જવાબદારી આપવામાં આવી હતી.

રતન ટાટોનો સાચો મિત્રઃટીટો

ટીટોને રતન ટાટાએ આશરે 6 થી 7 વર્ષ પહેલાં ગોદ લીધો હતો. તેમની સાથે પહેલાં જે ડોગ રહેતો હતો તેના નિધન બાદ ટીટો તેમની લાઇફમાં આવ્યો. રતન ટાટા હંમેશા ટીટો માટે પોતાના પ્રેમની વાત બધે જ કરી . 2018માં તો જ્યારે તે લંડનમાં પ્રિન્સ ચાર્લ્સથી લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મળવાનો હતો.ત્યારે તે સમ્માન લેવાની જગ્યાએ તેમણે ટીટો સાથે રહેવાની પસંદગી કરી કારણકે તે ખૂબ જ બિમાર હતુ.અને તેમણે પોતે આ વાત કહી હતી.

રખડતા કૂતરાઓ માટે આશ્રય અને સંભાળ

રતન ટાટાએ બોમ્બે હાઉસને રખડતા કૂતરાઓ માટે સલામત આશ્રયસ્થાનમાં પરિવર્તિત કર્યું. તેઓ હંમેશા માનતા હતા કે રખડતા કૂતરાઓ પ્રેમ, સંભાળ અને રક્ષણને પાત્ર છે. તેથી, તેઓ હંમેશા તેમના કલ્યાણ માટે કામ કરતા હતા.તેમના પ્રયાસોથી ટાટા ગ્રુપના સામાજિક કાર્યમાં કૂતરાઓને પણ ખાસ સ્થાન મળ્યું. રતન ટાટા વારંવાર સોશિયલ મીડિયા પર રખડતા કૂતરાઓને દત્તક લેવા માટે અપીલ કરતા હતા અને ઘાયલ પ્રાણીઓને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરતા હતા.

તાજ હોટલમાં ડોગ માટે પ્રેમ અને સમ્માન

રતન ટાટાના પશુ પ્રેમનું ઉદાહરણ એ તાજ હોટલનુ દ્રશ્ય છે. જ્યાં વરસાદમાં કર્મચારી એક રખડતાં કૂતરાંને છત્રીથી બચાવતા નજર આવ્યા. આ ફોટો વાયરલ થયો અને લોકોને યાદ અપાવ્યુ કે ક્યારેક બ્રિટિશ રાજ દરમિયાન હોટલની બહાર લખેલુ હતુ કે કુતરાં અને ભારતીયોનો પ્રવેશ વર્જિત છે. આજે એ જ જગ્યાઓ કૂતરાં માટે એક પ્રેમ અને સમ્માનની જગ્યા બનાવી છે અને આજ પ્રેમ, તેમના સંવેદનશીલ સ્વભાવને કારણે એક અલગ છવી સ્થાપિત કરી છે.