ભારતીય શેરબજારમાં એક તરફ સેન્સેક્સ અને નિફ્ટી 50માં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો, ત્યારે બીજી તરફ રેમન્ડ રિયાલ્ટીના શેરોમાં તેજીનો માહોલ રહ્યો. કંપનીના શેરોમાં લગભગ 18% સુધીનો ઉછાળો નોંધાયો. મજબૂત પ્રી-સેલ્સ ગ્રોથ અને આગામી લોન્ચિંગ પહેલા સકારાત્મક આઉટલુકના કારણે આ તેજી જોવા મળી. હાલ BSE પર શેર 15.21% વધીને ₹546.65 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ઈન્ટ્રા-ડે દરમિયાન ₹558.20 સુધી પહોંચ્યો.
પ્રી-સેલ્સમાં 104%નો જંગી વધારો નોંધાયો
માર્ચ 2026 ત્રિમાસિક ગાળામાં કંપનીની પ્રી-સેલ્સમાં 104%નો જંગી વધારો નોંધાયો હતો અને તે ₹743 કરોડ સુધી પહોંચી. જ્યારે કલેક્શન્સમાં 20%નો વધારો થઈ ₹515 કરોડ થયો. આખા નાણાકીય વર્ષ 2026 દરમિયાન પ્રી-સેલ્સ 30.6% વધી ₹3,023 કરોડ થઈ હતી, પરંતુ કલેક્શન્સ 8.5% ઘટીને ₹1,725 કરોડ રહ્યા હતા.
