દેશમાં નાણાંકીય ગેરરીરિત રોકવા વ્યવહારિક ચલણમાંથી 100 અને 200 રૂપિયાની નોટ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના બાદથી ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધ્યું હતું. જો કે 100-200 રૂપિયાની નોટને બજારમાં દૂર કર્યા બાદ લોકોને વધુ મુશ્કેલીના સામનો કરવો પડ્યો. આ બાબતે જોવા મળ્યું કે સામાન્ય માણસો પોતાના રોજિંદા ઉપયોગમાં 100 અને 200 રૂપિયાની નોટનો વધુ ઉપયોગ કરે છે. આ હકીકત ધ્યાનમાં આવતા ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100-200ની નોટ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

RBIના આ નિર્ણયની અસર દેખાઈ

ભારતીય રિઝર્વ બેંકે 30 સપ્ટેમ્બર 2025 ના રોજ ATMમાંથી 100 અને 200 રૂપિયાની નોટ મળી રહે માટે એક ગાઈડલાઈન જારી કરી હતી. જે અંતર્ગત દેશના મોટાભાગના એટલે કે 75 ટકા ATM માંથી વપરાશકર્તા જરૂરિયાત મુજબ 100 અને 200 રૂપિયાની નોટો મેળવી શકે. હાલમાં ATMમાંથી 100 અને 200 રૂપિયાની નોટના ઉપાડના આંકડા સામે આવ્યા છે. જે બતાવે છે કે હવે RBIના આ નિર્ણયની અસર બજારમાં દેખાઈ રહી છે.

નાની કિંમતની નોટોનો વ્યાપ વધશે

એપ્રિલ 2025 ના અંતમાં જારી કરાયેલા એક પરિપત્રમાં, RBI એ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ઓછામાં ઓછા 75% ATMs પર 100 અથવા 200 રૂપિયાની નોટોની ઓછામાં ઓછી એક કેસેટ વિતરિત કરવાનો આદેશ આપ્યો હતો. RBIએ આ આદેશ દૈનિક વ્યવહારોમાં થતા ઉપયોગને લઈને આપ્યો. આ આદેશને પગલે હવે નાની કિંમતની નોટો જાહેર પહોંચનો વ્યાપ વધશે. 31 માર્ચ, 2026 સુધીમાં આ જરૂરિયાત વધુ કડક બનશે, જ્યારે 90% ATMs એ આ ધોરણનું પાલન કરવું પડશે.

ઇન્ટરચેન્જ ફીમાં  કર્યો વધારો

RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે, જેના કારણે 1 મે, 2025 થી રોકડ ઉપાડ વધુ મોંઘો થયો છે. અર્થાત જે વપરાશકર્તા પોતાની બેંક સિવાય અન્ય કોઇ બેંકના એટીએમ માંથી પૈસાનો ઉપાડ કરે અથવા તો બેલેન્સ ચેક કરે તો તેણે આ પ્રક્રિયા માટે વધારે એટીએમ ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, જો HDFC બેંકનો વપરાશકર્તા ત્રણ મફત માસિક વ્યવહારો પછી SBI ATM માંથી રોકડ ઉપાડે છે, તો HDFC વધારાના ઉપાડ માટે ફી વસૂલ કરી શકે છે.